વડોદરા, તા.૩

વડોદરા જિલ્લા ફી નિયમન સમિતિ દ્વારા બે શાળાઓની ફીની સમસ્યાના નિવારણ માટે આજે સુનાવણી રાખવામાં આવી હતી. મૌખિક સુનાવણી દરમિયાન ડીપીએસ સ્કૂલના સંચાલકોએ એફઆરસીએ નક્કી કરેલી ફી લેવા સંમતિ આપી હતી.

આ અંગે વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશને જણાવ્યું હતું કે, આજરોજ એફઆરસી સમિતિ દ્વારા ડીપીએસ સ્કૂલ હરણી અને કલાલી અને જીપીએસ સ્કૂલ છાણી માટે ફી સમસ્યા નિવારણ માટે સુનાવણી રાખવામાં આવેલ હતી. મૌખિક સુનાવણી દરમિયાન ડીપીએસ સ્કૂલના સંચાલકો એફઆરસી સમિતિએ કરેલી ફી લેવા માટે સહમતી આપી છે. ૨૦૨૦-૨૧ દરમિયાન ડીપીએસ સ્કૂલ રપ ટકા ફી બાદ કરતાં ૭૫ ટકા મુજબ ફી લેવા માટે સહમતી દર્શાવેલ છે. ડીપીએસ સ્કૂલ મેનેજમેન્ટ બાંહેધરી આપી છે કે જ્યાં સુધી ગાંધીનગરથી કોઈ હુકમ ન આવે ત્યાં સુધી એફઆરસીએ જે ફી નક્કી કરી છે તે જ ફી વસૂલવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશનને લઈને જે વિસંગતતા છે તેના માટે વાલીઓએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવી જાેઈએ એવું એફઆરસી સમિતિ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડીપીએસ મેનેજમેન્ટ સમક્ષ નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી એફએફસી ગાંધીનગરનો હુકમ નહીં થાય ત્યાં સુધી ડીપીએસ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં નહીં આવે. જીપીએસ છાણીએ ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવાની ફરિયાદ મળી હતી જેના અનુસંધાનમાં એફઆરસીએ તેમના અધિકારી કિશોર પરમાર સ્થળમુલાકાત માટે આવતીકાલે શાળામાં જશે. તેઓ વાલીઓને સાથે રાખીને શાળા સંચાલક સાથે વાત કરશે.