દિલ્હી-

ભારતીય ખાદ્ય સુરક્ષા અને એફએસએસએઆઇએ સીઇઓ અરૂણ સિંઘલે શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોનાં જંક ફુડ અને અસ્વાસ્થ્ય કર ખાદ્ય પદાર્થોનું વેચાણ પર રોક લગાવી દીધી છે.

સાથેજ એફએસએસએઆઇએ શાળા પરિસરના પ૦ મીટરનાં વિસ્તારમાં અસ્વાસ્થ્યકર ખાદ્ય પદાર્થોનું વેચાણ અને જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પગલું શાળાના બાળકોની સુરક્ષા અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત કરવા માટે ઉઠાવામાં આવ્યું છે. એફએસએસએઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેનાથી શાળામાં બાળકો માટે સુરક્ષિત ભોજન અને સંતુલિત આહાર ઉપલબ્ધ હશે. જે ખાદ્ય પદાર્થોના મોટી માત્રામાં વસા, સોલ્ટ અને સુગર જોવા મળે છે. તેમની શાળાની કેન્ટીન તેમજ નેસ તથા હોસ્ટલ કિચન તેમજ શાળા પરિસરના પ૦ મીટરની અંદર વેચાણ થઇ શકે નહીં. આ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં પિઝા, બર્ગર, કોલ્ડડ્રિંક ચિપ્સ, ફ્રેંકફ્રાઇઝ, સમોસા, પ્રેસ્ટ્રી સેન્ડવિચ, બ્રેડ-પકોડા વગેરે સામેલ છે. 

ર૦૧પ દિલ્હી હાઇકોર્ટે શાળાની કેન્ટીનમાં જંક ફુડની વેચાણ પર નિયમ બનાવા માટે એફએસએસએઆઇને આદેશ આપવડાના આવ્યો હતો. ત્યારબાદ પ્રાધિકરણની વિશેષસ સમિતિએ શાળામાં બાળકો માટે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવા માટે નવા દિશાનિર્દેશ તૈયાર કરવામાં આવ્યા છે.