મુબઇ-

દક્ષિણ કોરિયન ટેકનોલોજી કંપની સેમસંગ આ અઠવાડિયે ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Galaxy M51 10 સપ્ટેમ્બરના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવી રહી છે.

ગેલેક્સી એમ 51 ની વિશેષતા તેની બેટરી છે. તેની બેટરી 7,000 એમએએચની છે. સામાન્ય રીતે 6,000 એમએએચની બેટરી વાળા સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ છે. એમેઝોન ભારતની વેબસાઇટ પર સેમસંગ Galaxy M51 વિશેની કેટલીક વિગતો આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચનું સુપર એમોલ્ડ ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે છે. 

Galaxy M51 માં ચાર રીઅર કેમેરા છે. આ સ્માર્ટફોનનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. બાકીના ત્રણ કેમેરાની જાણ હજી થઈ નથી. એવી અપેક્ષા કરી શકાય છે કે તેમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવશે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 10 આધારિત કંપનીનો કસ્ટમ યુઆઈ આપવામાં આવશે.

કિંમત વિશે વાત કરવામાં આવે તો કંપની આ ફોનને 25,000 રૂપિયા સુધી લોંચ કરી શકે છે. આ કિંમતે, આ સ્માર્ટફોન બેટરીની દ્રષ્ટિએ અન્ય ફોનમાં સખત સ્પર્ધા આપી શકે છે.