વડોદરા,તા.૨૭  

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં પાલિકાની અને સરકારી ખુલ્લી જગ્યા હોવા છતાં વાડીના વિવાદાસ્પદ પોલીસ અધિકારીની છત્રછાયા હેઠળ મિલ્કતો પચાવી પાડવાને માટે નામીચીં ગેંગ દ્વારા કરોડોની ખાલી મિલકત પચાવી પાડવાને માટે બંધ મિલકતની આગળ પોલીસની કેબીનનું દબાણ મૂકી દેવામાં આવ્યું છે. જેને લઈને પોલીસના નામચીન તત્વો સાથેના મેળાપીપણાની શંકાસ્પદ કામગીરી સામે વધુ એકવાર સવાલ ઉભા થવા પામ્યા છે. આ વિસ્તારમાં ખુલ્લે આમ ચાલતા નામીચા બુટલેગરના દારૂના અડ્ડા અને પોલીસની હાજરીમાં જ્યાં શંકાસ્પદ કામગીરી ચાલે છે એવી ચાની લારી પાસેથી પોલીસની કેબીનને હટાવીને ખાલી મિલકતના સ્થળે મુકાતા ખુદ પોલીસ આ કામગીરીને લઈને શંકાસ્પદ આરોપીના કઠેરામાં આવી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાડી વિસ્તારમાં મધુસુદન ડાહયાલાલ પરીખની મિલકત આવેલ છે. વર્ષો જૂની કરોડોની કિંમતની આ રોડ ટચ મિલકત પરીખ પરિવારના સમીર અને અન્યોની છે. ભૂતકાળમાં આ મિલ્કતમાં પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ભાડેથી રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જે હજુ તેઓના કબજામાં ભાડાનું મકાન છે. આ મિલકત હાલમના ખાલી પડી હોઈ એના પર શહેરમાં જમીન અને મિલ્કતો પચાવી પાડનાર ગેંગનો એના પર ડોળો હતો. જેથી આ ગેંગ દ્વારા વાડી પોલીસ મથકના પોતાના મળતિયા પોલીસ અધિકારીના મેળાપીપણામાં આ ખાલી મિલ્કતને અડોઅડ એની આગળ પોલીસની હટ-કેબીન મૂકી દેવામાં આવી હતી. જે બાબતે કમિશ્નર દ્વારા ખાલી જગ્યામાં કેબીન મુક્યાનું કારણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવમાં આ જગ્યાની સામે એક ચાની લારી આવેલ છે. એ જગ્યાએ કેબીન મુકવાને માટે પોલીસ ગઈ તો વડોદરાના એક ટોચના નેતાના અંગત માણસે ત્યાંથી હટાવીને આ ખાલી મિલકતની આગળ કેબીન મુકાવી દીધી હતી. આ જુના ઘરની મિલકત છે. ખાનગી મિલકત છે. એની આગળ મુકવા પાછળનો આશય શંકાસ્પદ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સ્થાનીકોમાં થતી ચર્ચા અનુસાર જે ચાની લારી પાસે કેબીન મુકાનાર હતી. ત્યાં આખો દિવસ પોલીસ કર્મીઓ ચા પીવાને માટે આવે છે. આ ઉપરાંત એની પાછળ ખુલ્લેઆમ પોલીસની મીઠી નજર હેઠળ દારૂ વેચાય છે. જેને લઈને પોલીસ અધિકારી દ્વારા માથે રહીને કેબીન ત્યાંને બદલે સામે ખાલી મિલ્કતમાં મુકાવી હતી. આ મિલકત પચાવવાને માટે ખેલ ખેલાયાની ચર્ચા થઇ રહી છે. કેટલાક મિલકત પચાવનાર નામચીનોનો ત્યાં અડ્ડો હોવાનું પણ ચર્ચાય છે. જેઓએ વડોદરાના એક અગ્રણી ઉદ્યોગપતિની જગ્યા ધાકધમકીના જાેરે પચાવી પાડયાનું પણ ચર્ચાય છે. આમ આ કેબીન મુકવાની કામગીરીને લઈને પોલીસ સામે શંકાની નજરે જાેવાઈ રહ્યું છે.