સુરત-

ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં વિકાસની સાથે સાથે અનેક એવી ઘટનાઓ બની રહી છે, જેને લઈ તમે પણ અચરજમાં પડી જશો.આ જ પ્રકારની એક ઘટના સુરતના બમરોલી વિસ્તારમાં બની છે. સુરતમાંથી સામે આવેલી આ ચોંકાવનારી ઘટના અંગે વાત કરીએ તો, એક યુવતી ગત શનિવારે પોતાના પ્રેમી સાથે ધાબા પર ઉભી હતી અને ધાબા પર વાત કરી હતી, પરંતુ આ સમયે યુવતીના માતા પિતા અચાનક આવી ગયા હતા. ત્યારબાદ આ જોઇને યુવતીએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી.

ધાબા પરથી છલાંગ લગાવવાને કારણે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, યુવતીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જો કે આ ઘટના અંગે વાત સામે આવી હતી કે, આ યુવતીને ત્રીજા માળે ધાબા પરથી કોઈએ ધક્કો મારી દેતાં નીચે પટકાઈ હતી,પરંતુ ત્યારબાદ પોલીસે તપાસ કરતા કંઇક બીજી હકીકત સામે આવી હતી. હકીકતમાં, યુવતીનું આ ઘટના અંગેનું નિવેદન પોલીસે લીધું છે. યુવતીએ ગત વર્ષે જ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. તેણીનો અંકિત સાથે પ્રેમ સંબંધ હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે.