મોરબી-

શહેરના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ૫૮ વર્ષીય પુરુષની પરિણીતા સાથે અનૈતિક સંબંધમાં હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. પુરુષને પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતા. જાેકે, આ પ્રેમસંબંધ અંગે યુવતીના પતિને ખબર પડી જતાં તેણે પત્ની અને પત્નીના પ્રેમી પર ધારીયાથી હુમલો કરી દીધો હતો.હુમલો કરતાં બંને ઘાયલ થયા હતા. જેમાં પુરુષને ગંભીર ઇજાઓ થઈ હતી. પુરુષનું સારવાર દરમિયાન મોત થતાં મોરબી એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ૫૮ વર્ષીય વિજયભાઈ કોટકને રાજકોટમાં રહેતી પરણીત યુવતી સાથે અનૈતિક સંબંધ હતા. બંને રંગરેલિયા મનવતા જાેઇ જતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો. ગત ૪ મેના રોજ પતિએ બંને પર ધારિયાથી હુમલો કરી દીધો હતો. જેમાં વિજયભાઈનું મોત થતાં હત્યાની કલમ ઉમેરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.