જૂનાગઢ-

ગિરનાર રોપ-વે શરૂ થયાને 25 દિવસ બાદ શુક્રવારે તેને રોકવાની ફરજ પડી હતી. ગિરનાર પર્વત પર વહેલી સવારના સમયે 60 થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે સવારના સમયે રોપ-વેને એક કલાક માટે રોકી દેવાની ફરજ રોપ વે ના સંચાલક ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓને અને ઇજનેરોને પડી હતી. શિયાળાના સમયમાં ગિરનાર પર્વત પર પવનનું પ્રમાણ સવિશેષ હોય છે, ત્યારે પવનની ગતિ ખૂબ વધી જતા યાત્રિકોની સાથે રોપ-વેની સુરક્ષા સામે કોઈ પ્રશ્નો ઊભા ન થાય તેને ધ્યાને રાખીને રોપ-વેને સવારના નવ કલાક સુધી તમામ પ્રવાસીઓ માટે રોકી દેવામાં આવ્યો હતો. સંભવિત અકસ્માતોની કોઈ પણ પરિસ્થિતિ પર પહોંચી વળવા માટે રોપ-વેના ઇજનેરોએ જે પગલું લીધું છે તે ખૂબ જ આવકારદાયક છે.

શિયાળા દરમિયાન પવનની ગતિને કારણે રોપ-વે નું સંચાલન કરવું કેટલાક દિવસો માટે મુશ્કેલીભર્યું બની રહેશે. સતત પવનને કારણે ગિરનારનું સંચાલન અને તેમાં યાત્રિકોને લઈને અંબાજી મંદિર સુધી પહોંચાડવું ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહેશે. આજે જે પ્રકારે એક કલાક માટે રોપ-વેની થંભાવી દેવાની ફરજ પડી હતી. ત્યારે આગામી શિયાળાના દિવસોમાં પણ હજુ કેટલાક દિવસો દરમિયાન ગિરનાર પર્વત પર અને ખાસ કરીને રોપ-વે નું અપર સ્ટેશન છે, ત્યા પવન ખૂબ જ તીવ્ર ગતિએ ફૂંકાવાની શક્યતા છે. ગિરનાર રોપ-વે શરૂ થયાને 25 દિવસ બાદ શુક્રવારે પ્રથમ વખત વહેલી સવારે રોપ-વેને રોકી દેવાની ફરજ પડી હતી. ગિરનાર પર્વત પર 60 કિલોમીટર કરતા વધુની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રોપ-વેના સંચાલકોએ રોપ-વેને એક કલાક સુધી રોકી દેવાની ફરજ પડી હતી. યાત્રિકોની સુરક્ષા અને રોપ-વેને કોઈ નુકસાન ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો.