ગાંધીનગર-

રાજ્યમાં કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોવિડ 19 થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે નવા કેસ કરતા ડોઢ ગણા દર્દીઓ એટલે 15,365 દર્દીઓ રિકવર થયા હતા. રાજ્યમાં આજે કુલ 33,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આજે કોરોનાના નવા 9,995 કેસ નોંધાયા હતા. 6,09,031 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી રાજ્યમાં સાજા થવાનો દર 82.82 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં હાલ કુલ 1,17,373 કુલ સારવાર હેઠળ છે. 786 દર્દી વેન્ટિલેટર પર છે. 1,16,587 દર્દીઓ સ્ટેબલ છે. 6,09,031 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 8944 દર્દીઓનાં અત્યાર સુધી કોરોનામાં કુલ મોત નિપજ્યાં છે. જ્યારે આજે કોરોનાને કારણે 104 લોકોનાં મોત નિપજ્યાં છે.જો કે બીજી તરફ સરકાર હવે ધીરે ધીરે આંકડા આપવાનું બંધ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા કુલ ટેસ્ટિંગ અંગેના કોઇ જ આંકડાઓ રજુ કરવામાં નથી આવતા. જેના કારણે સરકાર પર પણ અનેક પ્રકારનાં સવાલો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર સમયાંતરે આંકડાઓમાં ગોટાળા અને આંકડા છુપાવવા જેવા અનેક આરોપો લાગતા રહ્યા છે.