વડોદરા-

કહેવાતા બળાત્કારની ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં તપાસ માટે આરોપીને લઈ ગોવા ગયેલ પોલીસને ફરિયાદી યુવતીના આરોપ જુઠ્ઠો હોવાનાં પુરાવા હાથ લાગ્યા હોવાને ઘટસ્ફોટ થયો છે. પહેલેથી જ ઉભી કરાયેલી મનાતી બળાત્કારની આ ફરીયાદમાં બનાવટી માર્કશીટના ધંધામાં કરોડો કમાયા બાદ ભાગીદારોમાં થયેલો વિવાદ કારણભુત હોવાનું મનાતુ છે. બીજી તરફ નકલી માર્કશીટના આધારે અનેકને વિદેશમાં ઘુસાડી ચુકેલ એજયુકેશનલ ઈન્સ્ટીટયુટના સંચાલકોમાં પણ પગેરુ એમના સુધી પહોંચવાની બીક ફફડાટ ફેલાયો છે. 

અગાઉ બેરોજગાર તરીકે ફરતા અને સીગરેટ પીવા માટે પણ ઉછીના રુપિયા લેતા યુવાનો વીકકી સરદાર, જીતેન્દ્ર ઉર્ફે જીતુ યાદવ અને વિજય અગ્રવાલે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને હાયર સ્ટડીની નકલી માર્કશીટો બનાવી આપવાનો ધંધો શરુ કરતાં જ મુફલીસીમાં જીવનારા જાેત જાેતામાં જગુઆર, રેન્જરોવર, મર્સીડીઝ અને બીએમ ડબલયુ જ ેવીગાડીઓમાં ફરતા થયા હતા આ લોકોની બનાવટી માર્કશીટો શહેરની અનેક એજયુકેશન ઈન્સ્ટીયુટના સપ્લાય થતી હતી. જેના આધારે હજારો વિદ્યાર્થીઓ ખોટી રીતે વિદેશમાં ઘુસી ગયા છે.

બાદમાં ડીમ્ડ યુનીઓ જ પોતે ઉભી કરી હતી. જેના કરોડોનાં હીસાબમાં વિવાદ થયો હતો અને સી.આઈ.ડી. ક્રાઈમમાં ગુનો નોંધાતા ભાગીદાર વિજય અગ્રવાલે નિવેદન આપ્યુ હતું કે વીકી સરદારના ખાતામાં મોટી રકમો જમા થઈ હતી. જે કારણે વિજય અગ્રવાલને ફસાવાનો તખ્તો ઘડાયો હતો. જેને લઈ બળાત્કારના કેસમાં ફસાવાયો હતો. આ કેસની તપાસ કરવા ગોવા વિમાન મારફતે ગોત્રી પોલીસ આરોપી વિજય અગ્રવાલને લઈ જે હોટલમાં કહેવાતો બળાત્કાર થયો હતો એ હોટલ ગ્રેન્ડ લીયોનીમાં પહોંચી તપાસ કરતાં ફરીયાદ ભળતી જ હોવાનો ઘટસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું છે.

બળાત્કારની ફરિયાદી યુવતીએ સ્પષ્ટ પણે ફરીયાદમાં જણાવ્યું છે કે વિજય અગ્રવાલ ભોળવીને ખોટુ બોલી એકલા જ ગોવા લઈ ગયો હતો. પરંતુ હોટલમાંથી વિજય અગ્રવાલ, ફરિયાદી યુવતી, ઉપરાંત વીક્કી સરદાર અને અન્ય એક પ્રિયંકા નામની યુવતી પણ ૨૧ થી ૨૩ માર્ચ સુધી એક સાથે આ હોટલમાં રોકાયા હોવાનું હોટલના રજીસ્ટર ઉપરાંત સી.સી.ટી.વીના આધારે સાબિત થયુ હોવાનું બહાર આવ્યું છે.

પહેલાંથી જ આ ફરિયાદ ઉપજાવી કાઢેલી હોવાની આશંકા વ્યકત કરાતી હતી. ત્યારે ગોવા જઈ એ વાતને સમર્થન મળતાં અત્યાર સુધી અકય કારણસર ફરિયાદી અને તેના ગોડફાધરો મનાતા ભાગીદારોની તરફદારી કરી રહેલા પોલીસ પણ ધર્મસંકટમાં મુકાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

મંજૂરી વગરના વિમાની પ્રવાસની ખર્ચ કોણ ભોગવશે?

ગોત્રી રે૫ પ્રકરણમાં પોલીસની ભુમિકા પહેલાંથી જ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આરોપી વિજય અગ્રવાલને વિમાન માર્ગે ગોવા લઈ જવાના ખર્ચા અંગે ગોત્રી પી.આઈ. ચૌધરીએ મીડીયાકર્મીઓને ગેરમાર્ગે દોર્યા છે. વિમાનમાં આરોપીને લઈ જવા અંગે જરુરી પૂર્વે મંજુરી ગોત્રી પોલીસે લીધી જ નહીં હોવાનું આધાર ભૂત સૂત્રોએ જણાવ્યું છે. સામાન્ય રીતે આંતકવાદી કે હાઈરીસ્કવાળા આરોપીને જ વિમાનમાં લઈ જવાની પોલીસને છુટ હોય છે. જયારે ખાસ જરુરી કિસ્સામાં ઉચ્ચ કક્ષાએથી પૂર્વ મંંજુરી લીધા બાદ જ પોલીસ આરોપીને વિમાન માર્ગે લઈ જઈ શકે છે. પરંતુ ગોત્રી પોલીસે આવી કોઈ પૂર્વ મંજૂરી લીધી નહીં હોવાનું આધારભુત સૂત્રોએ જણાવ્યું છે.ત્યારે સવાલએ ઉભો થાય છે ત્રણ પો.કર્મી અને આરોપી મળી ચાર જણાનો ગોવા તપાસ માટે વિમાન માર્ગે જવાનો ખર્ચો કોણે ભોગવ્યો હશે? શું ફરિયાદીએ આપ્યો કે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર વિક્કી સરદાર કે રજનીશ વાલીયાએ ભોગવ્યો એવી ચર્ચા ચાલી રહી છે અને ગોત્રી પોલીસે ફરિયાદ અને તેના મળતીયાઓ સાથે મેળાપીપણું ધરાવતી હોવાનું વધુ એક વાર સપાટી પર આવ્યું છે.

બીટકોઈ અને રિયલ એસ્ટેટમાં પણ મોટું રોકાણ!

બનાવટી માર્કશિટમાં કરોડો કમાયા બાદ પોતાની ડિમ્ડ યુનિ. સ્થાપી અઢળક કરેલી કમાણી આ ભાગીદારોએ બિટકોઈનમાં પણ મોટું રોકાણ કર્યું હોવાનું કહેવાય છે. વિક્કી સરદાર કે જેના નામે અગાઉ ગુના નોંધાયા છે. આ ઉપરાંત જિતેન્દ્ર યાદવ અને વિજય અગ્રવાલે બિટકોઈનમાં મોટું રોકાણ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે રજનીશ વાલિયાએ પણ આ ગોરખધંધાઓમાં જાેડાઈ રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ આ ઠગટોળકીએ કર્યું હોવાનું માનવામાં આવે છે.