સુરત-

સુરતમાં હાલ કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. અને હાલમાં રાજ્યમાં કોરોનાની સૌથી ખરાબ પરિસ્થિતિ સુરતમાં જાેવા મળી રહી છે. તેવામાં સુરતમાં કોરોનાને કારણે ગંભીર દર્દીઓ માટે વરદાનરૂપ જાહેર થયેલ ટોસિલિઝુમબ ઈન્જેક્શનની કાળા બજારી પણ જાેવા મળી હતી. તેવામાં હવે સીએમ વિજય રૂપાણીની સરકાર સુરત માટે ૪૫૦ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની ફાળવણી કરી છે.

સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરોનાના કહેર વચ્ચે સુરતને ઈન્જેક્શન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ૪૫૦ ટોસિલિજુમેબ અને ૧૩૫ ઈટોલીઝુમેબ ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. આ ઈન્જેક્શનોમાંથી સુરત સિવિલને ૧૦૦, સ્મીમેર હોસ્પિટલમાં ૫૦ ઈન્જેક્શન તેમજ ખાનગી હોસ્પિટલોને ૨૦૦ અને મેડિકલ સ્ટોર્સમાં ૧૦૦ ઈન્જેક્શન ફાળવવામાં આવે છે.

ટોસિલિજુમેબ ઈન્જેક્શન વિદેશથી આયાત કરાય છે. જેને કારણે તેની ભારે અછત જાેવા મળી રહી છે. અને ગુજરાતમાં કેટલાય લેભાગુ તત્વો દ્વારા ઈન્જેકશની કાળાબજારી કરીને લાખો રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પણ ડુપ્લિકેટ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે. તેવામાં સરકાર દ્વારા જ હવે ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી રહી છે.