ગાંધીનગર

રાજ્યમાં ૧૮ થી ૪૪ વર્ષની વયના યુવાનોને ઝડપભેર વૅક્સિન આપીને તેમને સુરક્ષાચક્ર પૂરું પાડવા રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોનાં વૅક્સિનેશન માટે અત્યાર સુધીમાં ૫૨ કરોડના ખર્ચે ૧૬ લાખ ડોઝ ખરીદ્યા છે.

મુખ્ય પ્રધાને રાજ્યમાં ૧૦ શહેરોમાં હાલ ચાલી રહેલી ૧૮ થી ૪૪ વય જૂથના લોકોના રસીકરણમાં એક અઠવાડિયા સુધી રોજના એક લાખ ડોઝ આપવાનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં ૧૮ થી ૪૪ની વય જૂથમાં રસીકરણ ઝડપથી અને વ્યાપકપણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગને એક સપ્તાહ સુધી એક લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે. એક અઠવાડિયામાં અંદાજે ૮ લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે. ફ્રંટલાઈન વોરિયર્સ, ૪૫ થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે.