અમદાવાદ-

અમદાવાદમા કોરોના વેક્સિનેશન માટે અલગ અલગ ડ્રાઈવ રાખવામા આવી છે. ખાનગી હોસ્પિટલો સાથે મળી ને કોર્પોરેશન ધ્વારા વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં વિકલાંગો ને બાકાત રાખવામા આવ્યા હતા. પહેલી અને બીજી લહેર બાદ સરકારે દિવ્યંગ બાળકો માટે વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરી છે.અંધજન મંડળમાં જ બ્લાઇન્ડ પીપલ આસોસિયેશન અને કોર્પોરેશન દિવ્યાંગો માટે નું રસીકરણ અભિયાન તેજ કર્યું છે. આજે 347 જેટલા દિવ્યાંગોનું રસીકરણ કરવામાં આવ્યું છે . અને આવતીકાલે પણ આ અભિયાન હાથ ધરવામાં આવશે.

દિવ્યાંગો માટે આ અભિયાન ખૂબ જ મોડુ શરૂ કરવામાં આવ્યું છે. આમ તો સરકારે વિકલાંગોને દિવ્યાંગો નામે આપ્યું છે. પરંતુ કોરોના માં સરકાર દિવ્યાંગોને ભૂલી ગઈ હતી. પહેલી લહેર બાદ બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ તો પણ વિકલાંગો માટે કોઈ દરકાર કરી નહીં. કોરોના કેસ ઓછા થતાં હવે સરકારને આ દિવ્યાંગો યાદ આવ્યા છે. આજ થી 2 દિવસ આ રસીકરણ અભિયાન ચાલવાનું છે. જેમાં પહેલા દિવસે 347 જેટલા દિવ્યાંગોને રસી આપવામાં આવી હતી. અને આવતીકાલે પણ આ રસીકરણ ચાલુ રહેવાનુ છે. જેમાં જે પણ દિવ્યાંગો આવશે તેમનું રજીસ્ટ્રેશન કરી અને રસી આપવામાં આવશે.

અંધજન મંડળના દિનેશ ભાઈ એ જણાવ્યુ હતું કે સંસ્થા તરફ થી કોર્પોરેશન ને અને કોર્પોરેશાન ના હેલ્થ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી કે દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવે, પ્રધાનમંત્રીને પણ અમે વેબસાઇટ પર લખ્યું હતું કે રસીકરણ માટે દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવે ત્યારે હવે આ દિવ્યાંગોનો રસીકરણ માટે વારો આવ્યો છે. નોધનીય છે કે સરકાર વિકલાંગો નું નામે બદલીને દિવ્યાંગો કર્યું પરંતુ તેમની દરકાર લીધી નહીં અને વારે વારે ની રજૂઆત બાદ હવે વેક્ષિનેશન ના એફકેટી 2 દિવસ આપવામાં આવ્યા છે.