અમરાવતી-


ર્પુવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો ગંભીર આક્ષેપ


તેલંગાણાના મુખ્ય વિરોધી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની વાયએસઆર (વાયએસઆરસીપી) સરકાર વિપક્ષી પાર્ટીના નેતાઓ, એડવોકેટ, પત્રકારો અને સામાજિક કાર્યકરોના ફોન ટેપીંગ મેળવી રહી છે. આ સંદર્ભમાં તેમણે વડા પ્રધાનને પત્ર લખીને આ કેસમાં દખલ કરવા અને ગેરકાયદેસર કૃત્યો અંગે તપાસ કરવા વિનંતી કરી છે. મૂળભૂત અધિકારના અનુચ્છેદ ૧૯ અને ૨૧ નું ઉલ્લંઘન છે. આંધ્રપ્રદેશના લોકો જગન મોહન રેડ્ડીના શાસન હેઠળ ગંભીર ‘જાેખમ’ નો સામનો કરી રહ્યા છે. રેડ્ડી સત્તા પર આવ્યા ત્યારથી રાજ્યમાં લોકશાહી સંસ્થાઓ પર વ્યવસ્થિત હુમલો થયો છે. 

તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર ‘ગેરકાયદેસર સોફ્ટવેર’ નો ઉપયોગ કરી રહી છે, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમી બની શકે છે. નાયડુએ કહ્ય્šં હતું કે, ફોન ટેપીંગ ફક્ત રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અને ભારતની અખંડિતતા માટે જાેખમ જેવી બાબતો માટે થઈ શકે છે. ફોન ટેપિંગ માત્ર ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન જ નથી, પરંતુ ઉચ્ચ પદ પર બેઠેલા લોકોને પણ જાેખમ છે. વાયએસઆરસીપીના ધારાસભ્ય જાેગી રમેશે કહ્ય્šં કે ટીડીપી ચીફ રાજ્ય સરકાર ઉપર પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે.