ગાંધીનગર-

ગુજરાતનાં કર્મકાંડી બ્રાહ્મણો તથા પુજારીઓની માટે આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. કોરોના મહામારી તેમજ લોકડાઉનને લીધે કર્મકાંડી બ્રાહ્મણો તેમજ પૂજારીઓની સ્તિથી કફોડી બની ગઇ છે. હવે રાજ્ય સરકાર કર્મકાંડી બ્રાહ્મણો તેમજ પૂજારીઓની માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે. કોરોના અને લોકડાઉનને કારણે કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે હવે સરકાર કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરને સૂચના આપી દરેક ગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓની યાદી મંગાવી છે. સરકારે મામલતદાર અને આગેવાનોની મદદથી 2 દિવસમાં આ સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે.

મુખ્યમંત્રીનાં આદેશથી યાત્રાધામ વિકાસ બોર્ડ હરકતમમાં આવી છે. તમામ કલેકટરને સુચના આપવામાં આવી છે. મામલતદાર તથા આગેવાનોની મદદથી માત્ર 2 દિવસમાં સર્વે કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક ગામમાં કર્મકાંડી બ્રાહ્મણ અને પૂજારીઓની યાદી માંગવામાં આવશે. સર્વે કર્યાં પછી સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે. સરકારનાં આદેશથી કામગીરી હાથમાં લેવામાં આવી છે.