દિલ્હી-

દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ સાથે જ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પણ ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી શકે છે. જો કે કેન્દ્ર સરકારે આ અંગે રાહતના સમાચાર આપતા કહ્યું કે છે કે હાલ આવા કોઈ સંકેતો નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું નિવેદન- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દૈનિક પ્રેસ બ્રીફિંગમાં સરકારે કહ્યું કે, 'હજી સુધી એવા કોઈ સંકેત નથી કે કોવિડ-19 ની ત્રીજી લહેરમાં બાળકો ગંભીર રીતે પ્રભાવિત થશે'. AIIMS ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થશે, પરંતુ પેડ્રિટ્રિક્સ એસોસિએશન કહે છે કે આ આશંકા તથ્યો પર આધારિત નથી. બની શકે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો ઓછા પ્રભાવિત થાય, માટે ડરવાની જરૂર નથી.