દિલ્હી-

કોરોના સંક્રમણમાં જે બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, એવા બાળકોનું ધ્યાન હવે શિવરાજ સરકાર રાખશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટો નિર્ણય લેતા કોરોના સંક્રમણમાં નિરાધાર બનેલા બાળકોના જીવન નિર્વાહની જવાબદારી ઉઠાવવાનું એલાન કર્યુ છે. સીએમ શિવારાજે મોટો નિર્ણય લેતા કહ્યું કે કોરોના વાયરસમાં નિરાધાર બનેલા બાળકોનો સહારો હવે સરકાર બનશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે જે માસૂમોના માથા પર માતા-પિતાની છત્રછાયા નથી રહી તેમની જવાબદારી હવે સરકાર ઉઠાવશે. આવા પરિવારોને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, જેમના ઘરમાં કોઇ કમાનાર નથી. જે બાળકોના માતા-પિતાનું કોરોના મહામારીમાં નિધન થયું છે, તે બાળકોના મફત શિક્ષણની વ્યવસ્થા પણ સરકાર કરશે.