અમદાવાદ, અમદાવાદમાં રોડ ઉપર રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશની વચ્ચે શહેરીજનોની સમસ્યાનો અંત દેખાતો નથી. ગયા એક વર્ષમાં અમદાવાદમાં ચાર લાખ, ૬૩ હજાર, ૨૨ લોકોને કૂતરા કરડયા હોવાનું જાણવા મળ્યુ છે.મ્યુનિ.તંત્ર દ્વારા ડોગ બાઈટના કેસમાં જેમને કરડયા હોય એમને વિનામૂલ્યે ઈન્જેકશન અપાય છે.જાે કે ખાનગી દવાખાના કે હોસ્પિટલમાં ઈન્જેકશનનો પુરો કોર્સ પુરો કરવા પાછળ પાંચ હજાર સુધીનો ખર્ચ કરવો પડતો હોય છે. મ્યુનિ.તરફથી રખડતા કૂતરા પકડી તેનું ખસીકરણ કરવા વિવિધ એજન્સીઓને દર વર્ષે મોટી રકમનું ચૂકવણું કરવામાં આવી રહ્યુ છે.આમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાનો ત્રાસ યથાવત જાેવા મળી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે,કૂતરાં કરડવાના કિસ્સામાં હડકવા ન લાગે તે માટે એ.આર.વી.નામના ઈન્જેકશનનો કોર્સ પુરો કરવો જરુરી બનતો હોય છે.આ કોર્સ પુરો કરવામાં ના આવે તો જેને હડકવા લાગ્યો હોય એનુ મોત પણ થઈ શકે છે.મ્યુનિ.હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલમાં આ ઈન્જેકશન વિનામૂલ્યે આપવામાં આવે છે.