અમદાવાદ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ને હાઇકોર્ટે ઘ્વારા મોટી રાહત આપવામાં આવી છે. જેમાં હાર્દિક પટેલ એ કોર્ટ સમક્ષ ૩ મહિના ગુજરાત બહાર જાવા માટે શરતો હળવી કરવામાં માટે માંગણી કરવામાં આવી હતી. હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે ત્યારે તેની આ અરજી ને નીચલી કોર્ટે ફગાવી દીધી હતી. જેથી હાર્દિકે હાઇકોર્ટ માં અરજી કરી હતી રાજીકીય કામ કાજ અંગે બહાર જાવા માટે જે શરતો છે તેને હળવી કરવામાં આવે. અગાઉ હાર્દિક પટેલ ને રાજદ્રોહના કેસ માં ગુજરાત નહીં છોડવા પાર જમીન મંજુર કરવામાં આવ્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે પોતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે અને રાજીકીય કામ થઈ ગુજરાત બહાર જવું પડે તેમ હોઈ મંજૂરી આપવામાં આવે .