અમદાવાદ, કોરોના પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં વકરી રહી છે ત્યારે હાઇકોર્ટમાં સુઓમોટોની જાહેરહિતની અરજી કરી છે જેમાં ગઈકાલે મોડી રાતે એક હાઇકોર્ટ ઘ્વારા એક ઓર્ડર કરવામાં આવ્યો છે જેમાં હાઇકોર્ટે સરકાર ને તતડાવી નાખી છે રેમડેસીવીર ઈંજકેશન, ૧૦૮ , અને ઓક્સિજન બાબતે સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યા છે અને તેનો જવાબ માંગ્યો છે ગુજરાત હાઇકોર્ટ નો રાજય સરકાર ને મહત્વ નો નિર્દેશ કર્યા છે જેમાં રેમડેસિવિરના વિતરણ બાબતે રાજય સરકાર પોતે જરુરી નિતિ વિષયક ર્નિણય લેવા માટે કહ્યું છે સરકારના એફિડેવિટમા કહ્યું છે કે જીલા કલેકટરને જવાબદારી સોંપવામાં આવીછે પરંતુ એ મામલે કોર્ટે કહ્યું છે કે રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ મ્યુ. કમિશ્રર કે જિલ્લા કલેકટરો ની જવાબદારી ઉભી કરી ને સોંપવી જાેઇએ નહિ. 

આરોગ્ય વિભાગના અગ્રસચિવ તમામ જરુરી લોકો સાથે અરજન્ટ મિટિંગ બોલાવી અને આ પ્રશ્નના નિરાકરણ માટે કાર્યવાહી કરે કોરોનાવાયરસ સંક્રમણના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ  કર્યો વધુ મા હાઇકોર્ટે કહ્યું છે કે ક્રિટીકલ પેશન્ટ્‌સ માટે ૧૦૮ની ઉપલબ્ધતા પહેલા કરાવવામાં આવે.જેનો કોલ પહેલો આવ્યો તેને એમ્બ્યુલન્સ પહેલા લેવા જશે તે પ્રકારની એમ્બ્યુલન્સ સેવા કરતા આવેલા છે કોલ માં ક્રિટીકલ પેશન્ટ કોણ છે તેના ત્યાં એમ્બ્યુલન્સ પહેલી પહોંચે તે જરૂરી છે. ૧૦૮ ખાલી ઘરે થી જ દર્દીઓને લઇ જાય છે ખાનગી હોસ્પિટલના દર્દીઓને પ્રાઇવેટ એમયુલન્સમા જવું પડે છે જે યોગ્ય નથી.

તો બીજી તરફ હાઇકોર્ટે રેમદેસીવીર ઈંજકેશન મામલે જદૃॅ હોસ્પિટલને પણ તતડાવી છે અને કહ્યું છે કે જદૃॅ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલને પૂરતો ઇંજેક્શનનો જથ્થો આપવો પડે જે આપતી નથી જે બાબતે સરકારને ટકોર કરતા કહ્યું છે કે આ વાત નું પૂરતું ધ્યાન રાખવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે આ એક ખૂબ જ ગંભીર બીમારી છે અને એનો જનતાને જાગૃત કરવા માટે સકારે અલગ અલગ માધ્યમો મીડિયા અને સોસીયલ મીડિયાનો પણ સહારો લઈને પણ જાગૃતતા લાવી પડશે આ મામલે હોવી આગામી સુનાવણી ૨૭ એપ્રિલના રોજ થશે. 

રેમડેસીવીર ઇંજેક્શન મામલે હાઇકોર્ટએ ટકોર કરી

હાઇકોર્ટે સરકારને કહ્યું છે કે રેમડેસીવીર ઈંજકેશન તમામ દર્દીઓને મળવા જાેઈએ એ પણ સરકારી અને ખાનગીબન્ને હોસ્પિટલમા દર્દીઓને તેમની ક્રિટિકલ પરિસ્થિતિને આધારે મળવી જાેઈએ સૌ પ્રથમ તો જેમની તબિયાત ખૂબ જ ખરાબ છે જે વેન્ટિલેટર પર છે બીજા જે ઓક્સિજન પર છે અને ત્રીજા જેઓ આ ઇંજેક્શન લેવા ઈચ્છે છે એ તમામ દર્દીઓને મળવી જાેઈએ પરંતુ પ્રાથમિકતા નક્કી થવી જાેઈએ દર્દીઓની અને સરકારે પણ તેના માળખા નક્કી કરવા જાેઈએ.

ઇન્ડિયન મેડિકલ અસોસિયશનનો સરકારને જવાબ 

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ઇન્ડિયન મેડિકલ અસોસિયશન તરફથી પણ અનેક મુદ્દા ધ્યાન પર મુકવામાં આવ્યા હતા જેમાં મેડિકલ એસોસિયેશન એ કહ્યુ હતું કે એક અઠવાડિયાનું લોકડાઉન જરૂરી છે જેના થી ડોકટરોને મેડિસિન ઓક્સિજન અને રેમડેસીવીર ઇંજેક્શન અને મેડિકલ જરૂરિયાત અપને મળી રહેશે અને લડત માટે પણ રાહત થશે ખાનગી હોસ્પિટલોને પણ જરીરયાત મુજબ રેમડેસીવીર ઇંજેક્શન મળવા જાેઈએ નહીં તો તમામ કોવિડ દર્દીઓની જવાબદારી સરકાર એ જાતે ઉઠાવી પડશે.