વડોદરા : પ્રતાપ વિલાસ પેલેસની જગ્યામાં રેલ્વે યુનિવર્સિટી બનાવવાના ર્નિણય સામે થયેલી પિટીશનને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજદાર તરફથી આ હુકમ પર છ સપ્તાહનો સ્ટે આપવાની માગણી કોર્ટે ફગાવી દીધી છે.

અદાલતી વતૃળો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરામા ૧૦૬ વર્ષ જૂના પ્રતાપ વિલાસ પેલેસ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.વડોદરા હેરીટેજ ટ્રસ્ટ દ્વારા પ્રતાપ વિલાસ પેલેસ સામે રેલ્વે વિભાગ દ્વારા ઇમારત બનાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની કરાઈ હતી. ચાર માળની રેલ્વેની ઇમારતના બાંધકામ અંગે વડોદરા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં વાંધો ઉઠાવાયો હતો. આ કાર્યલયની ઇમારત આ ઐતિહાસિક ધરોહર પ્રતાપ વિલાસ પેલેસની ઓળખ ઝાંખી થઈ જશે એવો દાવો કરાયો છે. વર્ષ ૨૦૨૦ની ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટ દ્વારા આ અરજી પર વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો. જે બાદ આજે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ શાસ્ત્રીની ખંડપીઢીએ ચુકાદો આપ્યો હતો. અને હાઇકોર્ટ દ્વારા અરજી ફગાવવામાં આવી હતી. ત્યારે હવે ઈમારત બનાવવા માટે રેલવેને આવેલા અવરોધો દૂર થયા છે તો બીજી તરફ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો અભ્યાસ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે તેવી વડોદરા હેરિટેજ ટ્રસ્ટના વકીલ જયદીપ શર્માએ જણાવ્યું હતું.રેલ્વેના અધિકારીઓને તાલીમ આપવાના હેતુથી વડોદરામાં રેલવે યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે. પહેલાના સમયમાં રેલ્વે અધિકારીઓને અમુક તાલીમ લેવા વિદેશ જવું પડતું હતું, જાેકે, હવે રેલ્વે યુનિવર્સિટી વડોદરામાં બનશે અને તેનું કામ શરૂ કરવામાં આવશે. અરજદાર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, રેલ્વે યુનિવર્સિટી અહીં બનશે તો ટુરિઝમ સેક્ટરને અસર પડશે. ગુજરાત સરકાર પેલેસને ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં બતાવે છે અને અહીં ઘણા વૃક્ષો આવેલા છે, તેને પણ આની અસર પડશે, જાેકે, અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે આદેશ સામે છ સપ્તાહનો સ્ટે માગ્યો હતો. જાેકે, છ સપ્તાહનો સ્ટે આપવાની માગણી કોર્ટ ફગાવી દીધી છે.પ્રતાપવિલાસ પેલેસ રેલ્વેની માલિકીનો છે. તેની સામેની જગ્યામાં યુનિવર્સિટી બનાવવાની હતી, તેની સામે વિરોધ હતો. વિરોધનું કારણએ હતું કે, આ યુનિવર્સિટીનું બાંધકામ થવાના કારણે પેલેસની ભવ્યતા ઢંકાઇ જશે. પરંતુ, આ પેલેસનો ઉપયોગ જાહેર જનતા માટે થતો નથી. અગાઉ યુનિવર્સિટી માટે મનાઇ હુકમ આપવામાં આવ્યો છે. હવે યુનિવર્સિટી બનાવવાની જગ્યા પ્રતાપવિલાસ પેલેસની પાછળ લઈ જવામાં આવી છે.