અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી કોરોના સુઓમોટો ની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેકિસનેશન ના મામલે ટકોર કરતાં જણાવ્યું છે કે સ્પોર્ટ રજીસ્ટ્રેશન ની પણ વ્યવસ્થા કરવામાં આવે, જેથી રજિસ્ટ્રેશન ન ફાવતું હોય અથવા મોબાઈલ ન હોય તેવા લોકો પણ વેકિસન લઇ શકે તે વ્યકિત નો બગાડ પણ અટકાવી શકાય અને પહેલો ડોઝ લેનાર લોકોને ઝડપથી મળે તેના પર ધ્યાન આપવું જોઈએ. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી ૬૫ પાનાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પી એસ સી અને સીએચસી સેન્ટર ખાતે મ્યુકોરમાયકોસિસ તમામ વિષયોને માહિતી આપવામાં આવી હતી અને સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલમાં એમ્ફોટિસીરીન બી ના ઈન્જેકશન આપવા અંગેની તૈયારીઓ દાખવી હતી.

સરકાર દ્રારા કેટલા જિલ્લા માં સબ સેન્ટર શ કરવામાં આવ્યા છે.આ સબ સેન્ટરના સ્ટાફ ની વિગતો અને માહિતી પણ રજૂ કરવામાં આવી હતી વધુમાં સોગંદનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાલ રાયના જુદા જુદા જિલ્લામાં ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ૯૧૬૩ જેટલા સબ સેન્ટર કાર્યરત છે આ સબસેન્ટર માં એક સહાયક નર્સ અને ક્રી આરોગ્ય કામદાર એક પુષ આરોગ્ય કામદાર કાર્યરત છે.

હાઈ કોર્ટના સિનિયર વકીલના પરથી કવિના એ દલીલ કરી હતી કે ૪ થી મે થી અત્યાર સુધીમાં કેટલી વ્યકિતને કેટલા ડોઝ આપવામા આવ્યા છે અને છેલ્લા એક મહિના ની પરિસ્થિતિ એવી છે કે લોકો વેકેશીનેશન ઝડપથી મળે તે માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી રાય સરકાર પાસે વેકિસનેશન માટે કોઇ પ્લાન નથી ને રાય સરકારે વેકિસનેશન માટેની તમામ માહિતી આપવી જોઈએ કવિના એ વધુમાં કહ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટાફે અભાવને કારણે આ રસીકરણ ની કામગીરી થઈ શકતી નથી ગ્રામીણ વિસ્તારમાં તબીબો જોવા તૈયાર નથી આ બાબત ધ્યાનમાં લેવી જોઈએ.

ઉધ્ઘાટન આ મામલે સરકારને આડે હાથ લેતા પસી કવિના એ કહ્યું હતું કે રાય સરકારે કેટલાક નિયંત્રણો નાખ્યા છે પરંતુ તે સામાન્ય લોકો પાસે જ તેનો અમલ કરાવવામાં આવે છે રાજકીય નેતા અને લોકોનું ટોળું હોય તેને આ નિયમો લાગુ પડતા નથી આવી બેદરકારી ભારે પડશે આ બાબતે અલગથી એફિડેવિટ કરવામાં આવે તેવો આગ્રહ પણ રાખવામાં આવ્યો હતો. આ મુદ્દે સરકારી વકીલ કમલ ત્રિવેદીએ સરકારનો બચાવ કરતાં જણાવ્યું હતું કે બાબત ખોટી છે કોઈ ભીડ થઈ નથી આક્ષેપો ખોટા છે પુરાવા સાથે વાત કરો એમ પણ જણાવ્યું હતું. ગુજરાતમાં રસીકરણ ની કામગીરી પૂર્ણ કરવી હોય તો ૬.૫ કરોડ કોરોના રસી ના ડોઝ જરી હોવાનું સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું છે.આ માટે ના ઓર્ડર પૂરા પાડવા જરી છે. આગામી સમયમાં સ્પુતનીક વેકિસન પણ આવશે એટલે જથ્થો વધશે. જસ્ટિસ ભાર્ગવ કારીયા એ સરકારને સામો પ્રશ્ન કર્યેા હતો કે બે મેન્યુફેકચર ઓ પાસેથી તમે કેટલી રસી મેળવી છે તે કહો જેના જવાબમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મે સુધીમાં ૧૩,૬૮,૮૫૦ વાયરલ ઇન્સ્િટટયૂટ ઓફ સીરમ ઇન્ડિયા પાસેથી કોવિશિલ્ડ ની રસી લીધી છે યારે ભારત બાયોટેક પાસેથી ૨૪૯૨૪૦ જેટલી કોવેકિસન લીધી હોવાનું રાય સરકારે જણાવ્યું છે.