અમદાવાદ-

ગુજરાતના અનેક પરિવારો અને યુવક-યુવતીઓ વિદેશમાં સ્થાઈ થઇ રમત-ગમત ક્ષેત્ર હોય કે પછી અભ્યાસ દરેક ક્ષેત્ર અગ્રેસર રહી વિશ્વમાં નામ રોશન કરી રહ્યા છે. ત્યારે અરવલ્લીના યુવકની ઓસ્ટ્રેલિયા એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂક થતાં મોડાસાના પહાડપુરમાં જશ્ન જેવો માહોલ સર્જાયો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટચુકડા પહાડપુર ગામના વતની વ્રજ પટેલ નામના યુવકની ઓસ્ટ્રેલિયન એસરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં સૌપ્રથમ વાર પસંદગી થતાં સમગ્ર જિલ્લા સહીત રાજ્ય માટે ગૌરવની વાત છે. મોડાસા તાલુકાના પહાડપુર ગામના અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્સ નટુભાઈ પટેલનો પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા થયા છે. હાલ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં માર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાથી વતન પહાડપુર આવતા જતા રહેતા હોવાથી તેમના પુત્ર વ્રજ પટેલને પહેલાથી પાયલોટ બનાવની રુચિ હોવાથી ઉચ્ચ અભ્યાસ કરી ઓસ્ટ્રેલિયામાં પાયલોટ તરીકે નિમણૂક પામ્યા પછી તેની મહેનત રંગ લાવી હોય તેમ ઓસ્ટ્રેલિયાની ગ્રાઉન્ડ એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલમાં પસંદગી પામ્યા હતા. બાદમાં સખત પરિશ્રમ પછી આખરે રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણૂક થતાં વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાનો ઉડાડશેની જાણ વતનમાં થતાં વ્રજ પટેલના પરિવારજનો અને સમગ્ર ગામમાં જશ્ન જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. વ્રજ પટેલ અને તેના પરિવારને લોકો સોશિયલ મીડિયા અને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી રહ્યા છે.