નવી દિલ્હી:

વિશ્વની અગ્રણી હોસ્પિટાલિટી ચેઈન ઓયો હોટેલ્સે અને હોમ્સ આજે તેનું ત્રીજું વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ 'ઓયો ટ્રાવેલપીડિયા 2020' જાહેર કર્યું. ઈન્ડેક્સ અનુસાર, વર્ષ 2020માં તે ભારતમાં દિલ્હીથી સૌથી વધુ બુકિંગ કરાવવામાં આવ્યું છે. 

ઓયોના ચાર્ટમાં ભારત ટોચ પર છે. ઉપરાંત, રજાની સીઝનને કારણે આ વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ માંગ હતી. નોંધનીય છે કે, વર્ષના અંતમાં ટ્રાવેલ ઈન્ડેક્સ ઓયો ટ્રાવેલપીડિયા 2020માં ઓયોના પ્લેટફોર્મ દ્વારા એક્ચ્યુઅલ બુકિંગ, કેન્સલેશન, ઈન્ક્વાયરી અને સર્ચ વિશે સંપૂર્ણ માહિતી રહે છે. 

ઈન્ડેક્સ મુજબ, 2020ની શરૂઆત સારી રહી હતી. લોકોએ જાન્યુઆરીમાં સૌથી વધુ મુસાફરી કરી હતી અને એપ્રિલમાં સૌથી વધુ કેન્સલેશન કરાવ્યા હતાં. કેન્સલેશન કરવાનું સૌથી મોટું કારણ દેશવ્યાપી લોકડાઉન હતું. રિપોર્ટ અનુસાર, 2 ઓક્ટોબર (ગાંધી જયંતિ) અને નાતાલના લાંબા સપ્તાહના અંતમાં ઘણાં બુકિંગ થયાં હતાં. આ વર્ષે 85 લાખ નવા યુઝર્સે ઓયો એપ અથવા વેબસાઇટ દ્વારા બુકીંગ કરાવ્યા છે.