સુરત-

અનલોક ૧ બાદ સુરતમાં કોવિડ-૧૯ના કેસમાં જબરદસ્ત વધારો જાવા મળી રહ્યો છે. જેના કારણે ડાયમંડ સિટીમાં સતત કામ કરતાં ફ્રંટલાઈન વોરિયર્સ પણ ઝડપથી જીવલેણ વાયરસનો શિકાર બની રહ્યા છે. અત્યારસુધીમાં ઓછામાં ઓછા ૧૩૧ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેમાંથી મોટાભાગના કેસ તો જૂન મહિનાના છે.

સુરત મહાનગરપાલિકાના ડેટા પ્રમાણે, અત્યારસુધીમાં ૧૨૮ ડોક્ટરો તેમજ નર્સ સહિત ૧૨૦ પેરામેડિક્સ સંક્રમિત થયા છે. જેમાંથી ૭૦ ટકા કેસ ૧ જૂન બાદના છે, જ્યારે શહેરમાં કેસમાં ઉછાળાની શરૂઆત થઈ હતી.

ધ ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના સુરત ચેપ્ટરે તેમના સાથીદારો- ફિઝિશિયન, ઓર્થોપેડિક્સ, રેડિયોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ અને જનરલ સર્જનો કે જેઓ કોવિડ-૧૯ના શિકાર બન્યા છે તેમની ગણતરી કરી છે. 

છેલ્લા ૧૫ દિવસમાં, ન્યૂ સિવિલ હોÂસ્પટલના ૩૫ ડોક્ટરો, ૨૫ ખાનગી પ્રેક્ટશનરો અને એનસીએચ, સ્મીમેર તેમજ ખાનગી હોસ્પીટલની ૧૫ જેટલી નર્સોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પીટલરીઓએ કહ્યું કે, કોવિડ-૧૯ના વધતા જતા કેસોના કારણે પલ્મોનોલોજિસ્ટ, એનેસ્થેટિક્સ અને જનરલ ફિઝિશયન સહિત ૨૦૦ જેટલા મેડિકલ અધિકારીઓની અછત છે. હાલમાં, સ્મીમેર હોસ્પીટલ રેસિડેન્ટ ડોક્ટરો સહિત ૨૫૦ ડોક્ટરો છે. તાજેતરમાં સ્મીમેર હોÂસ્પટલમાં ૩૫૦ ન‹સગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમાંથી ૨૫ ટકા જેટલા ડ્યૂટી પર આવ્યા નથી.