સિમડેગા

૩ એપ્રિલથી સિમડેગામાં યોજાનારી હોકી જૂનિયર નેશનલ ટૂર્નામેન્ટમાં કોરોનાનો કહેર વર્તાયો છે. કેટલાક ખેલાડીઓને કોરોના થવાને કારણે આ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવા છે.સિમડેગામાં મહિલા સબ જૂનિયર હોકી ચેમ્પિયનના સફળ આયોજન પછી ૩ એપ્રિલથી નેશનલ જૂનિયર હોકી ચેંપિયનશિપ માટે તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી. મંગળવારે ચંદીગઢની ટીમનો સિમડેગાની ધરતી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ મંગળવારે આ જ ટીમના ૫ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.

આટલું જ નહી, ઝારખંડ ટીમના ૬ ખેલાડીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. આ ખબર પછી આખા જિલ્લા- પ્રશાસન અને ટૂર્નામેન્ટનું આયોજન કરનારી સંસ્થા એક્ટીવ થઈ હતી અને સિમડેગાના એક માત્ર એસ્ટ્રોટર્ફ સ્ટેડિયમને સીલ કરવામાં આવ્યું છે.ખેલાડીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા અને સ્ટેડીયમને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. હાલમાં સિમડેગામાં આવા વાળી બધી ટીમના ખેલાડીઓની તપાસ કરવામાં આવી રહી છે અને સાવચેતીના પગલા રૂપે ટુર્નામેન્ટ રદ્દ કરવામાં આવી છે.