અમદાવાદ

અનેક વખત વિવાદમાં રહેલી વી.એસ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. અમદાવાદની પ્રખ્યાત એવી વી.એસ હોસ્પિટલમાંથી એક મહિલાનો મૃતદેહ ગુમ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના વેજલપુરના ૭૦ વર્ષીય આધેડ મહિલાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જેને ૧૧ નવેમ્બરના રોજ મૃતદેહને વીએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ મૃતદેહ ગુમ છે. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

અમદાવાદની વીએસ હોસ્પિટલ અનેક વખત વિવાદમાં રહે છે. વેજલપુરના ૭૦ વર્ષીય આધેડ મહિલાને હાર્ટ એટેક આવતા વીએસમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તે બાદ તેમનો પુત્ર કેનેડા હોવાથી મૃતદેહને ૧૧ નવેમ્બરના રોજ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. પરંતું પુત્ર કેનેડાથી આવ્યો ત્યારે મૃતદેહ મળ્યો નહીં. આ અંગે પરિવારે પોલીસને જાણ કરી છે. એલિસબ્રિજ પોલીસ વીએસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે વધુમાં મળતી માહિતી અનુસાર મહિલાને મૃતદેહ વગર રિસિપ્ટે બોડી લીધી હતી. મરનારનું નામ લેખાબેન છે. જેમની ઉંમર ૬૫ વર્ષ છે. જે વેજલપુરના રહેવાસી છે. જાેકે, કેનેડાથી આવેલા પુત્રને મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ જાેતા પ્રશ્ન એ થાય છે કે આખરે મૃતદેહ કોણ લઇ ગયું? હજી કેટલી વખત હોસ્પિટલની આવી બેદરકારી સામે આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાંથી પણ મૃતકોના મૃતદેહ ગાયબ થયા હતા.