ભિલોડા,અરવલ્લી,તા.૨૧ 

ભિલોડા તાલુકાના વેજપુર ગામમાં પતિ -પત્ની વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા પતિ અને બીજા આઠથી દશ માણસોએ ભેગા મળી પત્નીને માર મારી વાહનોની તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જે અંગેની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.આ અંગેની વિગત એવી છે કે વેજપૂરના સંજયભાઈ ધૂળજીભાઈ બરડા અને હીનાબેન પારધી બન્ને પતિ અને પત્ની થતા હોઇ પતિ સંજયભાઈ અન્ય આઠથી દશ માણસો એક સંપ થઇ સામાન્ય ઇરાદો પાર પાડવાના હેતુથી આવી હીનાબેનના હાથની આંગળીઓ ઉપર તેમજ શરીરે લાકડીથી ઇજા કરી તથા કોકીલાબેનને પણ ડાબી બાજુ કમરના ભાગે માર મારી ઇજા કરી સંજયભાઈ સાથેના માણસોએ ફોર વ્હીલ ગાડીના કાચ તોડી નાખી તથા એકટીવાના કાચ તોડી નાખી નુકશાન કરી મારી નાખવાની ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જીલ્લા મેજી સા ના જાહેર નામનો ભંગ કરી ગુનો કર્યા હતો. બનાવ અંગે હીનાબેને સંજયભાઈ અને અન્ય આઠ થી દશ જણા વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.