દિલ્હી-

કર્ણાટકના લોકો માટે એક અનેરા ખુશખબર છે. ટૂંક સમયમાં બેંગાલુરુમાં હાઇપર લૂપના નામે ઓળખાતી કેપ્સ્યુલ આકારની મેગ્નેટિક ટ્રેન દોડતી થશે. આવી ટ્રેનો કલાકના 1300 કિલોમીટરની ઝડપે દોડતી હોય છે. એનેા અર્થ એ કે એક કલાકનો પ્રવાસ આ ટ્રેન ફકત દસ મિનિટમાં પૂરો કરશે.

બેંગાલુરુ શહેરથી કેમ્પેગૌંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચેનું અંતર આ ટ્રેન માત્ર દસ મિનિટમાં પૂરૂં કરશે. ધ ન્યૂઝ મિનિટના એક અહેવાલ મુજબ અમેરિકાની ધ હાઇપર લૂપ કંપનીએ રવિવારે બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપની સાથે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેંડિંગ (એમઓયુ) કર્યા હતા. આ હાઇપર લૂપ કોરિડોરની વ્યવહારુતા (ફિઝિબિલિટી સ્ટડી) તપાસવા માટેના આ એમઓયુ હતા. આ અભ્યાસ છ મહિનામાં બે તબક્કામાં પૂરો કરી દેવાની ધારણા હતી. શરૂમાં આ ટ્રેન કલાકે 1080 કિલોમીટરની ઝડપે દેાડશે. બેંગાલુરુ એરપોર્ટથી બેંગાલુરુ શહેરના હાર્દ સુધી આ ટ્રેન શરૂમાં દોડશે. 

બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર હરિ મરારે કહ્યુ હતું કે બેંગાલુરુ એરપોર્ટને પરિવહન હબ તરીકે વિકસાવવાના અને ભારતના નવા પરિવહન હબના પ્રવેશદ્વાર તરીકે સ્થાપવાના પ્રયાસ રૂપે અમે હાઇપર લૂપ લાવી રહ્યા છીએ. ગ્લોબલ પરિવહનની સાથે તાલ મિલાવવા આ એક મહત્ત્વનું પગલું હતું. માત્ર કર્ણાટક રાજ્ય નહીં, સમગ્ર દેશ માટે આ એક નવોન્મેષ હશે. હાલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક નવું ટર્મિનલ બાંધવાની પૂરજાેશમાં તૈયારી ચાલી રહી હતી. એની સાથે તાલ મિલાવવા અમે આ એમઓયુ કર્યું હતું.