આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ સોમવારના વન ડે સુપર લીગ શરૂ કરી છે જે ભારતમાં 2023માં યોજનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો લક્ષ્ય 50 ઓવરના ફોર્મેટને વધુ સુસંગત બનાવવાનો છે. ICCએ જણાવ્યું હતું કે, મેજબાન ભારત અને સુપર લીગમાં ટોચ પર રહેલી આગામી સાત ટીમો સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની સીરીઝથી થશે.

જે પાંચ ટીમ સુપર લીગમાં સીધી ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહેશે તે ક્વોલિફાયર 2023માં પાંચ એસોસિએટ ટીમોની સાથે ભાગ લેશે અને તેમાંથી બે ટીમ ભારતમાં યોજાનાર 10 ટીમોના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. અલાર્ડિસે કહ્યું કે, ગત સપ્તાહ વર્લ્ડ કપનાજે પાંચ ટીમ સુપર લીગમાં સીધી ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહેશે તે ક્વોલિફાયર 2023માં પાંચ એસોસિએટ ટીમોની સાથે ભાગ લેશે અને તેમાંથી બે ટીમ ભારતમાં યોજાનાર 10 ટીમોના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. અલાર્ડિસે કહ્યું કે, ગત સપ્તાહ વર્લ્ડ કપના આયોજન 2023ને છેલ્લા મહિનામાં કોરોના ફેલાવવાથી કોવિડ-19ના કારણે ગુમાવેલી મેચોનું આયોજન કરવાનો વધારે સમય મળશે.

પ્રત્યેક ટીમને જીત માટે 10 પોઇન્ટ મળશે. જ્યારે ટાઇ, રદ થયેલી મેચ માટે પાંચ પોઇન્ટ આપવામાં આવશે. હાર માટે કોઇ પોઇન્ટ રહેશે નહીં. ટીમોની રેંકિંગ 8 સીરીઝથી મળેલા અંકો પર આધાર રાખશે. બે અથવા વધારે ટીમો સમાન અંક હોવા પર સ્થાન નક્કી કરવા માટે નિયમ બનાવવામાં આવ્યા છે. આઇસીસીએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે સુપર લીગની શરૂઆતને મોકૂફ રાખવી પડી હતી. નોકઆઉટ ચરણની જરૂરત નથી. કેમ કે, પોઇન્ટ ટેબલમાં સ્થાનના આધાર પર વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન નક્કી થશે.