કોલકતા-

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારથી શરૂ થયેલ બે દિવસીય બંગાળ પ્રવાસના પહેલા દિવસે, કોલકતામાં સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પછી, રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી. બંને મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેઓએ ત્યાં શિવપૂજા કરી. તેમણે તેની તસવીરો ટ્વિટર પર મૂકી છે અને કહ્યું છે કે, સ્વામી વિવેકાનંદના આદર્શો હજી પ્રેરણા આપે છે.

તેમણે લખ્યું, "રામકૃષ્ણ મિશનમાં થોડો સમય વિતાવવો અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવી તે મારા માટે લહાવો છે. તેઓ દેશના પુનરુત્થાન માટે પોતાને સમર્પિત કરનારા તેઓ ભારત માતા ના મહાન પુત્ર છે. તેમના આદર્શોએ ભારત ના જ્ઞાન ને નવી પ્રેનના દ્વારા નવ-પ્રકાશિત કર્યું છે, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે." 

આ પહેલા, અમિત શાહે સિમલા સ્ટ્રીટમાં સ્વામીજીના પિતૃ નિવાસસ્થાન પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે તેમના માટે ભાગ્યની વાત છે કે જ્યાંથી ભારતીય ચેતના સમગ્ર વિશ્વમાં પહોંચી છે, આજે તેઓ ત્યાં છે. અમિત શાહે કહ્યું કે, સ્વામી વિવેકાનંદે અમેરિકાની ધર્મ સભામાં સનાતન ધર્મના વૈશ્વિક ભાઈચારોનો સંદેશ સમગ્ર વિશ્વને પહોંચાડ્યો. શાહે કહ્યું કે, તેમણે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી છે અને અહીંથી નવી ચેતના મેળવી રહ્યા છે. સ્વામીજીના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે, જે પહેલા હતા. સ્વામી વિવેકાનંદે અધ્યકમતા ની સાથે આધુનિકતાને જોડી દીધી છે.