વડોદરા,તા.૨૫

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાના અધિકારીઓએ પોલીસ સ્ટાફને સાથે રાખીને બરોડા પ્રોડક્ટિવિટી માર્ગ પર હવેલી પાસે આવેલ કે.જે.ટાવરમાં અંદાજે બેઠી ત્રણ ફૂટ જેટલું દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાબતની ફરિયાદ મળતા દબાણ ખાતાની ટુકડીએ મુખ્ય માર્ગ તરફના ગેરકાયદેસર દબાણ પર હથોડા વીંઝીને એને જમીન દોસ્ત કરી દીધું હતું.અંદાજે બિન વપરાશવાળું ૯૦૦ સ્કવેર ફિટ જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. એમ દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું.