અમદાવાદ

મહેસાણાની યુવતીને એક યુવક સાથે પ્રેમ થતા ઘરમાંથી ભાગી લગ્ન કર્યા જાે કે ત્રણ મહિના પછી પતિ અભણ હોવાથી કમાતો નથી તે નાહતો પણ નથી અને માનસિક સંતુલન પણ ઓછુ હોવાનું જાણવા મળતા યુવતી તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. જાે કે માતા-પિતાએ પણ તારા ઘરે જા તેમ કહીને કાઢી મુકી જેથી યુવતી તેના મામાના ઘરે ગઈ અને મહિલા હેલ્પલાઈની મદદ માંગતા મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીને જરૂરી માર્ગ દર્શન આપીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી.  મહેસાણામાં રહેતી એક  યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જાે કે રોજ બરોજ ફોન પર વાતો કરવા લાગ્યા હતા. બાદમાં લગ્ન કરવાની વાત કરી ત્યારે યુવતીના પરિવારે લગ્નની ના પાડી દીધી તેમ છતાં પણ યુવતી તેના પરિવારનું ના માની અને ત્રણ મહિના પહેલા યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. બાદમાં યુવતી તેના પતિ સાથે રહેવા લાગી હતી. જાે કે ત્રણ મહિના પછી યુવતીને પોતાની ભુલનો અહેસાસ થવા લાગ્યો હતો, પતિ કઈ કમાતો ન હતો અભણ હતો તેનું માનસિક સંતુલન પણ ઓછુ હોવાનું જાણા મળ્યુ હતુ અને તે નાહતો પણ ન હતો. જેથી યુવતી તેના માતા-પિતાના ઘરે પરત રહેવા ચાલી ગઈ હતી. જાે કે માતા પિતાએ હવે તારે ત્યાંજ રહેવુ પડશે તેમ કહીને ઘરમાંથી કાઢી મુકી હતી. છેવટે યુવતી અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા મામાના ઘરે રહેવા ચાલી આવ હતી. બાદમાં તેણે મહિલા હેલ્પલાઈન નંબર ૧૮૧ ફોન કરીને મદદ માંગી હતી. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી ત્યારે યુવતીએ તેની સાથે થયેલી ઘટનાની જાણ કરી હતી. તથા યુવતી તેની સાસરીમાં તેના પતિના સાથે રહેવાની ના પાડતી હતી અને મામાના ઘરે કાંતો માતા-પિતાના સાથે જ રહેવાની જીદ પકડી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીને જરૂરી માર્ગદર્શન આપીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી.