પાટણ : પાટણ તાલુકાના જામઠા ગામે મોડી રાત્રે ૧ ૧૨ ફૂટનો અજગર દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.જેને વન વિભાગ, અર્થ પ્રોટેક્ટર અને જીવદયા કાર્યકરોએ પકડી બાલારામના જંગલમાં છોડી મૂક્યો હતો. જામઠા ગામ નજીક વ્હોળા કિનારે જાેગણી માતાજીનું મંદિરે ગામના સુરેશજી પ્રતાપજી ઠાકોર શુક્રવારે સાંજે વ્હોળાની ડીપ પર બાઈક મુકીને દર્શન માટે ગયા હતા અને દર્શન કરી પરત ફરતા બાઈક પર અજગર દેખાતા તેઓ ડરી ગયા હતા અને ગામમાં જાણ કરતા સરપંચ દાનસુંગજી ઠાકોર સહિત ગામલોકો દોડી જઈ પાટણ જાણ કરતા જીવદયા કાર્યકરો વિરન શાહ, અતુલ ઠાકોર,જીગર રાણા દોડી આવી અજગરને પકડી લીધો હતો.