મુંબઇ-

ભારત અત્યારે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટની શ્રેણી રમી રહ્યું છે. ૩ મેચ પછી ભારત ૨-૧થી આગળ છે. અંતિમ ટેસ્ટ અને તે પછી ્‌-૨૦ સીરિઝની પાંચેય મેચ અમદાવાદમાં જ રમવાની છે. જ્યારે ત્યારબાદ બંને દેશ ૩ વનડેની શ્રેણીમાં ટકરાશે. આ ત્રણેય વનડે ૨૩, ૨૬ અને ૨૮ માર્ચના રોજ પુણેમાં રમાવવા માટે શેડ્યુલ્ડ છે. જાેકે, કોરોનાને કારણે પુણે વનડે શ્રેણીની યજમાની ગુમાવી શકે છે.

પુણેમાં સતત વધતા કેસના લીધે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (મ્ઝ્રઝ્રૈં) વનડે શ્રેણી માટે અન્ય કોઈ જગ્યા લોક કરવાનું વિચારી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર ચાલુ છે. પુણેમાં ગુરુવારે કોરોનાના નવા ૧૫૪૨ કેસ નોંધાયા હતા, જ્યારે ૮ લોકોએ જીવ ગુમાવ્યા. તો શુક્રવારે રાજ્યમાં ૮,૩૩૩ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમાંથી ૭૬૫ લોકો પુણેના હતા. ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ થયું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે ચાલતી વિજય હઝારે ટ્રોફીમાંથી કોઈ એક જગ્યાને ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વનડે શ્રેણી માટે લોક કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિજય હઝારે ટ્રોફીની મેચો સુરત, અલુર, બેંગલોર, ઇન્દોર, કોલકાતા, ચેન્નઈ અને જયપુરમાં રમાઈ રહી છે.