નવી દિલ્હી

યુરોપના યાદગાર પ્રવાસ બાદ૩૩ સભ્યોની ભારતીય પુરૂષ હોકી ટીમ શનિવારથી હોકી પ્રો લીગ મેચ પૂર્વે બેંગલુરુ સ્થિત સ્પોર્ટસ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (જીછૈં) કેન્દ્રમાં રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેશે. આજેર્ન્ટિના સામે આ ૧૮ દિવસીય શિબિર ૩૧ માર્ચે સમાપ્ત થશે. ત્યારબાદ ટીમ આજેર્ન્ટિના સામે હોકી પ્રો લીગ મેચ રમવા બ્યુનોસિયર્સ જવા રવાના થશે. વર્ષના પ્રથમ પ્રવાસમાં પીઆર શ્રીજેશની આગેવાનીવાળી ભારતીય ટીમે જર્મની સામે ૬-૧થી જીત મેળવી અને ત્યારબાદ ૧-૧થી બરાબરી રમી હતી. ત્યારબાદ તેણે ગ્રેટ બ્રિટન તરફથી પહેલી મેચ ૧-૧થી રમ્યા બાદ પ્રથમ મેચ ૩-૨થી જીતી લીધી હતી. મુખ્ય ખેલાડી ગ્રેહામ રેડે હોકી ઈન્ડિયાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓને તેમના પરિવારોને મળવા માટે ત્રણ દિવસનો વિરામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓ શનિવારે રાષ્ટ્રીય શિબિર પરત ફરશે. ભારત ૧૧ મી એપ્રિલે હોકી પ્રો લીગમાં પોતાના અભિયાનની શરૂઆત ઓલિમ્પિક ચેમ્પિયન આજેર્ન્ટિના સામે કરશે.

સંભવિત ટીમ નીચે મુજબ છેઃ

ગોલકીપર્સઃ પી.આર.શ્રીજેશ, કૃષ્ણ બી પાઠક, સૂરજ કરકેરા.

સંરક્ષણઃ બિરેન્દ્ર લકરા, રૂપિન્દર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, કોથાજીતસિંહ ખડંગબમ, હરમનપ્રીત સિંઘ, ગુરિન્દરસિંઘ, જર્મનપ્રીત સિંઘ, વરૂણ કુમાર, દિપેસન તિરકી, નિલમ સંજીપ ઝેસ.

મધ્ય પંક્તિઃ મનપ્રીત સિંહ, ચિંગલેન્સણા સિંઘ કંગુઝમ, નીલકાંત શર્મા, સુમિત, જસકરન સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ.

આગળની હરોળ એસ.વી. સુનિલ, આકાશદીપ સિંઘ, મનદીપ સિંઘ, લલિત ઉપાધ્યાય, રમનદીપ સિંહ, સિમરનજીત સિંહ, શમશેર સિંઘ, ગુરજંત સિંહ, દિલપ્રીત સિંહ, ગુરસાહિબજિત સિંઘ, શીલાનંદ લકરા.