લખનૌ

ભારતની મુલાકાતે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે પાંચ મેચની વન-ડે શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. બુધવારે લખનૌના અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી અને અંતિમ મેચમાં પણ ભારત હાર્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સુકાની મિતાલી રાજની અણનમ અડધી સદી (૭૯ રન) ની મદદથી ભારતીય મહિલાઓને નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ફક્ત ૧૮૮ રન જ બનાવી શકી. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૦ બોલ પહેલા ૫ વિકેટની સહેલાઇથી મેચ જીતી લીધી હતી. પહેલી અડધી સદી ફટકારનાર બોશને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ. ભારતીય ટીમ આખી શ્રેણીમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયનની જેમ રમત રમી હતી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં તેણે ત્રણેય ક્ષેત્રમાં ટીમ ઈન્ડિયાને દબાવ્યું હતું. વન-ડે સિરીઝ પછી આ મેદાન પર ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ પણ રમાશે. જે ૨૦ માર્ચથી શરૂ થશે.