દિલ્હી-

ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે ચિલીની સીનીયર મહિલા ટીમ સામે 2-2 થી રમી મેચ ડ્રો કરી હતી. ભારતીય ટીમના ચિલી પ્રવાસની આ ચોથી મેચ હતી. આ ચાર મેચોમાં ભારતીય ટીમે ત્રણ મેચ જીતી છે. ચોથી મેચમાં ભારતીય ટીમ તરફથી દીપિકા (40 ') અને ગગનદીપ કૌર (55'), ગોલ કર્યા. જ્યારે ચિલી તરફથી મારિયાના ડેલ જીસસ લાગોસ (21 ') અને ફર્નાન્ડા વિલાગ્રાન એ (51') ગોલ કર્યા.

ભારતીય જુનિયર મહિલા ટીમે, મેચની શરૂઆત સુંદરતા પૂર્ણ કરી હતી. ભારતીય ટીમે ચિલીની સંરક્ષણ લાઇનને ભેદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રથમ 15 મિનિટની અંદર તેમને કોઈ સ્પષ્ટ તક મળી ન હતી. મેચની 21 મી મિનિટમાં, ચિલીના મારિયાના ડેલ જીસસ લાગોસે શાનદાર મેદાની ગોલ કરીને તેની ટીમને 1-0 થી આગળ કરી દીધી હતી. 

પહેલા હાફના અંતે, ચિલીએ તેમની 1-0 ની લીડ જાળવી રાખી હતી. હાફ ટાઇમ પછી, ભારતીય ખેલાડીઓએ જોરદાર વાપસી કરતા, સંખ્યાબંધ પેનલ્ટી કોર્નર મેળવી લીધા હતા. જોકે તેમને મેચમાં સફળતા 40 મી મિનિટમાં મળી હતી. જ્યારે દીપિકાએ એક શાનદાર ગોલ કરીને ભારતીય ટીમને 1-1થી બરાબરી અપાવી હતી. ચિલીને મેચની 51 મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો. જેને ફર્નાંન્ડા વિલાગ્રાને ગોલમાં ફેરવી ચિલીને 2-1 થી આગળ કરી દીધી. આ ગોલના ચાર મિનિટ બાદ, ગગનદીપ કૌરે મેચની 55 મી મિનિટમાં ગોલ કરીને, ભારતને 2-2 થી આગળ કરી બરાબરી પર લાવી દીધુ હતુ. ભારતીય જુનિયર ટીમ શનિવારે સાંજે, ચિલીની સીનીયર ટીમ સામે પ્રવાસની પોતાની પાંચમી મેચ રમશે.