હાલોલ : ચાંપાનેરમાં આવેલ જામામસ્જીદ ની મુલાકાતે આવેલા સહેલાણીઑ સાથે એમ.ટી.એસ ના કર્મચારીએ દુર્વ્યવહાર મામલો બીચક્યો હતો સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરતાં અંતે મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.  

સરકાર દ્વારા પર્યટન વિભાગને વિકસાવવા માટે ઐતિહાસિક સ્થળોને જાળવી રાખવા તથા તેના મુલાકાતે આવનાર સહેલાણીઑને કોઈ અગવડતા ન પડે તેની કાળજી રખાઇ છે જેના માટે પર્યટકોપાસે તેની ફી વસૂલવામાં આવેછે ત્યારે આણંદ જિલ્લાના બોરસદથી હાજી સલીમ મેમણ પોતાના પરિવાર સાથે પાવાગઢ મુલાકાતે આવ્યા હતા. વિવિધ ઇમારતોની મુલાકાત લઈ જામા મસ્જીદ ખાતે આવ્યા હતા ત્યારે હાજર હિતેશકુમાર ડામોર નામના એમ.ટી.એસ ના કર્મચારીએ વૃદ્ધ યાત્રાળુને ન શોભે તેવી વાણીનો ઉપયોગ કરતા મામલો બીચકયો હતો.મુલાકાતીઓએ ઓનલાઈન ટિકિટ બુકીંગ થયા છતાં એન્ટ્રી ના અપાતા રકજક થઈ હતી. આ બાબતની જાણ પાવાગઢ પોલીસને થતાં પોલીસે આવી મામલો ઠંડો પાડ્યો હતો અને પ્રવાસી ઓને જામા મસ્જીદમાં પ્રવેશ અપાયો હતો. એક તરફ સરકાર પર્યટકોને આકર્ષવા માટે પંચમહોત્સવ જેવા કાર્યક્રમો કરે છે ત્યારે તોછડાઈભર્યુ વર્તન કરતાં કર્મચારીઓના કારણે અહી આવતા સહેલાણીઓમાં નારાજગી જોવા મળી હતી આવા કર્મચારી વિરુદ્ધ પગલાં લે તેવી માંગ કરાઇ હતી.