રાનકુવા, તા.૨૩ 

ચીખલી તાલુકાના દેગામ ગામ માં આવેલ વર્ષો જૂની કુમાર શાળા અને કન્યા શાળા એ બે અલગ અલગ પ્રાથમિક શાળાઓ આવેલી છે જેને મર્જ કરવાના સરકારના નિર્ણયો ભીલી સ્તાનટાઇગર સેનાએ વિરોધ કર્યો હતો જેને લઈને આજે સોમવારના રોજ જિલ્લા પ્રમુખ પંકજ પટેલને ની આગેવાનીમાં દેગામના ગામ જનોને શિક્ષણ મંત્રી ને ઉદેશીને તાલુકા શિક્ષણ અધિકારી ચીખલી ને આવેદનપત્ર આપ્યું હતું દેગામ ગામે ચાલતી વર્ષો જુની પ્રાથમિક શાળાઓને સરકાર દ્વારા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા બાબતે મર્જ કરી દેવાના મુદ્દે ભીલી સ્તાન ટાઈગર સેનાએ વિરોધ કરીને મજૅ થાય તો ગામજનો આંદોલન કરશે તેવી પણ ચીમકી આપી. સરકાર સ્ત્રીશક્તિકરણ ઉપર ભાર મૂકી રહી છે ત્યારે કન્યા શાળા અલગ રહેતી છોકરીઓનુ વધુ વિકાસ થાય સરકાર બેટી બચાવો અને બેટી ભણાવો ઉપર પણ ભાર મૂકી રહી છે બંને શાળાઓ વર્ષો જૂની અલગ-અલગ ચાલતી હતી તે જ રીતે ચલાવવા માટે ગામ લોકો એ માંગ કરી હતી મોટાભાગે આદિવાસી છોકરીઓ આ કન્યા શાળામાં અભ્યાસ કરે છે.