વડોદરા - શહેરમાં વસતા એકનાથ જાેશીનો પરિવાર વર્ષ ૧૯૬૦થી માટીની પ્રતિમાને વિધવત્‌ બનાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. રમેશચંદ્ર એકનાથ જાેશી વર્ષ ૧૯૬૦થી ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા છે. તેમના પપ્પા એકનાથ જાેશી પોસ્ટમાં નોકરી કરતા હતા. એમણે એમના દોસ્ત અને ગુરુ જાેશી પાસેથી જ્ઞાન લઈને શ્રીજીની પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું હતું. રમેશભાઈ સરકારી નોકરી કરતા હતા એ પછી પડદાનું કામ શીખેલું. ગણપતિની મૂર્ત રામપુરા ખાતે એક નાનકડી દુકાનની બહાર લગાવીને ગણપતિની મૂર્તિનું વેચાણ કરતા હતા. એ જમાનામાં ગણપતિ ૩, ૪, ૫, ૮ ઈંચની મૂર્તિ બનતી હતી અને તેની કિંમત આઠ આના, ચાર આના, એક રૂપિયો, પાંચ રૂપિયા હતી. સૌથી મોટી ગણપતિની મૂર્તિની કિંમત રૂા.૧૧ હતી પણ ગણપતિની મૂર્તિ લેવા માટે પાંચ ફળો નારિયેળ, વાજિંત્ર સાથે લોકો આવતા. ભાવનગરની માટીને પલાળીને પછી ગણપતિની મૂર્તિ બનાવતા હતા. કલર કરતાં મુંબઈથી બ્લેક કલર જીને કે લીયે કલર કે પથ્થર આવતા હતા અને ઘૂંટીને બાવળા બનાવતા હતા એની અંદર બાળકોનું ગુંદર નાખીને મિશ્રણ કરીને છ મહિના સુધી રહેતા દેતા હતા પછી એ કલર અને વપરાશમાં લેતા હતા. વડોદરામાં બહુ કલાકારો ગણપતિ બનાવતા હતા અને ચૌહાણ દાદા સાથે કામ કરતા હતા. જાેશી પરિવાર પાસે ૮૦ વર્ષ જૂના શ્રીજી છે. શરૂઆતમાં માટીની ગણપતિની કિંમત મળતી ન હતી. માટીના શ્રીજીનો ક્રેઝ વધ્યો છે.