અમદાવાદ-

અમદાવાદ આઈશા આપઘાત કેસમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. આઈશાના પતિ આરિફ ખાનની રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટમાં આરોપી આરિફ ખાનના ૫ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે તેનો ત્રીજાે અને છેલ્લો દિવસ હતો, ત્યારે આજે ફરી આરિફને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા મેટ્રો કોર્ટે આદેશ કર્યો છે. પરંતુ આજે આ કેસમાં વધુ એક ધડાકો થયો છે. આરોપી પતિ આરિફ ખાનને કોર્ટમાં રજૂ કરતા પહેલા આઈશાની એક ચિઠ્ઠી મળી આવી છે, જે આરોપી આરિફ માટે આઈશાએ મોતને વ્હાલું કરતા પહેલા લખી હતી. આઈશાની અંતિમ ચિઠ્ઠીમાં તેણે પોતાની આપવીતી લખી હતી. આઈશાના વીડિયો બાદ પતિ આરિફ માટે વધુ એક અંતિમ પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

કોર્ટમાં આઈશાના વકીલે આ પત્ર રજૂ કર્યો છે, જેમાં આઈશાના અંતિમ પત્રમાં આરિફને તે ક્યારેય દગો ન આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. આઈશાએ ગર્ભવતી હતી તે દરમિયાન ૪ દિવસ રૂમમાં બંધ કરી ખાવાનું ન આપ્યાનો ઉલ્લેખ પણ કર્યો છે. આરિફ આઈશા જ્યારે પ્રેગનેન્ટ હતી ત્યારે પણ માર મારતો હોવાનો પત્રમાં ધડાકો કર્યો છે. પરંતુ આરીફે કરતૂતો છૂપાવવા ખોટા આક્ષેપ કર્યાનો આરોપ લગાવી રહ્યો છે. ચિઠ્ઠીમાં આઈશાએ પોતાની આપવિતિમાં જણાવ્યું હતું કે, આરિફ તુમ્હારા પુરા હક હૈ, મુજે પરેશાન કરને કા પર મેં ગલત નહીં હું. કોર્ટમાં આરિફને રજૂ કરાતા પહેલા આઈશાના વકીલે એક પત્ર રજૂ કર્યો હતો, જે આઈશાએ આરિફ માટે લખ્યો હતો. આઈશાએ પત્રમાં માય લવ આરુ(આરિફ)થી શરૂઆત કરી હતી.

પત્રમાં આઈશાએ આરિફને સંબોધીને લખ્યું હતું કે, ઘણી એવી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આશીફ સાથે જાેડી દીધું. આશીફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. ૪ દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા ન આવ્યું નહોતું. હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તું ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેના પાસે જાવ છું. મેં ક્યારેય તને દગો નથી આપ્યો. તે હસતી રમતી ૨ જિંદગી ઊઝાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આઈશા આરિફ લખ્યું છે.