શિનોર ઃ શિનોર તાલુકામાં તાઊ તે વાવાઝોડાની અસર હેઠળ મંગળવારે વહેલી સવારથી જ થયો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ ની સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડાની અસર શિનોર તાલુકામાં જાેવા મળી છે આજે પવન ફૂંકાવા ની સાથે શિનોર પંથકમાં ધીમી ધારે વરસી રહેલા વરસાદને માં ભારે પવન ફૂંકાતા જુની મામલતદાર ઓફિસના પતરા ઉડી ગયા હતા જાેકે પતરાઉડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી બીજી તરફ સાવલી થી કુકસ જવાના માર્ગ ની એન્ટ્રી માં વિશાળ લોખંડની એંગલો થી ઊભો કરેલો ગેટ ભારે પવન અને નમી જતા જમીનદોસ્ત થયો હતો સિનોર ટાઉનમાં બપોરે બે વાગે છાત્રાલય પાસે આવેલ જીઈબી ના થાંભલા પર ઝાડ પડતા સિનોર ટાઉનનોવીજ પુરવઠો ખોરવાયો હતો જે મોડી સાંજે ચાલુ કરવામાં આવશે આ સિવાય વાવાઝોડા ની અસરના પગલે કેળ પપૈયા આંબા ચીકુ જેવા બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી કંટ્રોલરૂમ માં સંપર્ક કરતાં જાનહાનિ કે માનહાનીનો કોઈ બનાવ નોંધાયો નથી.