વડોદરા, તા.૧૩ 

રવિવારે સમી સાંજે વડોદરા અને પાદરામાં એક કલાક સુધી ધોધમાર વરસાદ થયા બાદ આજે દિવસ દરમિયાન આંશિક વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદે વિરામ પાળ્યો હતો. વરસાદના વિરામ વચ્ચે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. શહેરમાં શનિવારે દિવસ દરમિયાન દોઢ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી મોસમના સરેરાશ વરસાદની સામે ૧૯ ટકા વરસાદ થયો છે. જાે કે, શહેરમાં સમી સાંજે જાેરદાર વરસાદ થતાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

મધ્ય ગુજરાતમાં હજુ મેઘરાજાએ બરાબર જમાવટ કરી નથી, પરંતુ છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. રવિવારે સમી સાંજે જાેરદાર વરસાદ થયા બાદ આજે મેઘરાજાએ દિવસ દરમિયાન વિરામ પાળ્યો હતો. જાે કે, સમી સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં જાેરદાર વરસાદ થતાં નોકરીથી પરત ઘરે જઈ રહેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદના વિરામ વચ્ચે આજે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું.વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ ૮૭૭ મિ.મી. વરસાદની સામે ૧૬૮ મિ.મી. એટલે કે ૧૯ ટકા વરસાદ થઈ ગયો છે. જેમાં ડભોઈ તાલુકામાં સર્વાધિક ૩૧ ટકા અને પાદરામાં ૩૦ ટકા તેમજ વાઘોડિયા તાલુકામાં ર૧ ટકા વરસાદ થયો છે. આમ, આજે દિવસ દરમિયાન વરસાદના વિરામ બાદ સમી સાંજે રાવપુરા, દાંડિયા બજાર, ફતેગંજ સહિતના કેટલાક વિસ્તારોમાં જાેરદાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.