દાહોદ-

સાબરમતી ટ્રેનકાંડ કે જેને ગોધરા ખાતે અંજામ આપવામાં આવ્યો હતો તેનો મુખ્ય આરોપી ઝડપાયો છે.  શખ્સ 51 વર્ષીય રફીક હુસૈન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. ત્યારે ગોધરાકાંડના આ આરોપીને એસઓજીની ટીમે ગઈ કાલે ઝડપી પાડ્યો છે. ત્યારે એસઓજીની ટીમને આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા મળી હતી.

ગોધરાકાંડનો આ આરોપી રફીક હુસૈન ભટુક થોડા દિવસ અગાઉ જ ગોધરાના પોતાના ઘરે આવ્યો હતો. ઝડપાયેલો આરોપી દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ સ્થાને રહીને મજૂરી અને ચોકીદારીનું કામ કરી રહેતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આરોપી હુસૈન ભટુકને વધુ કાર્યવાહી માટે રેલવે પોલીસને સુપરત કરાયો છે. 2002ના ગોધરા હત્યાકાંડના નાસતા ફરતા બે આરોપીઓ સામે પોલીસ દ્વારા રેડકોર્નર નોટિસ ઈશ્યૂ કરાઈ હતી. આખરે પોલીસે તેને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.