વલસાડ,તા.૮  

પીઠા ગામ મંદિર ફળિયાના ખેડૂત અમૃત ભાઈ રણછોડભાઈ લાડ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ તેમના ખેતરમાં ગત વર્ષે ૬૦ આંબા કલમો ઉધારેલી હતી. રાતદિવસ મહેનત કરતા કલમો સારી એવી વિકસિત થઈ હતી. પરંતુ ફળિયાના જ કોઈક વિરોધી દ્વારા બે વર્ષની કલમો કાપી નખાતા અમૃતભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. અમૃતભાઈએ વલસાડ મામલતદાર અને પોલીસ મથકે લેખિત રજુઆત કરી ન્યાયની માંગ કરી હતી. જેના આધારે મામલતદાર વસાવાએ તપાસ આરંભતા ઘટના સ્થળ નજીક ગેરકાયદે ચાલતો એક ઈંટનો ભઠ્ઠા પણ સામે આવ્યો હતો. વલસાડ પોલીસ મથકે અને મામલતદાર કચેરીએ આંબાની કલમો કાપી નાખ્યાનો પ્રકરણ જતા માનવતાવાદી મામલતદાર વસાવાએ બીજે જ દિવસે તપાસ આરંભી હતી. સ્થળ તપાસ કરી આસપાસના લોકોનું નિવેદન લઇ પંચકેસ કરી કડકાઈના ધોરણે તપાસ કરતા ઘટના સ્થળ પહેલા જ એક ઈંટનો ગેરકાયદે ભઠ્ઠો હોવાનું બહાર આવ્યું છે. બદઈરાદાથી આંબાની કલમ કાપી નાખી નુકશાનની સાથે ખેડૂતને માનસિક રીતે ભાંગી પાડવામાં આવ્યું હતું.૬૦ આંબાની કલમો કાંઈ નાખ્યાની ઘટના પીઠા ગામમાં શિક્ષિત લોકો વખોડી કાઢી ગુનેગારની વહેલી તકે ધરપકડ કરી પગલાં ભરવા માંગ કરી રહ્યા છે.