અમદાવાદ, શાકભાજીનો ધંધો કરવો હોય તો રૂ.૫ હજાર હપ્તા પેટે આપવા પડશે અને તારા હપ્તાની રકમ હું એએમસીમાં આપી દઈશ તેમ કહી પૈસાની માંગણી કરી જબરજદસ્તી કરી એક્ટિવા પર બેસાડી ધાકધમકી આપતા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા ખોખરા પોલીસે તે શખ્સને ઝડપી પુછપરછ હાથ ધરી છે. વટવાના કળશ એન્કલેવમાં રહેતા અને સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર મહાદેવ વેજીટેબ નામની શાકભાજીની દુકાન ધરાવી વેપાર કરતા ભકારામ પ્રજાપતિ (ઉ.વ.૪૮)ને ખોખરામાં રહેતા મહેશ જાેષીએ ધમકી આપી હતી કે, જાે તારે અંહી શાકભાજીનો ધંધો કરવો હોય તો મને રૂ.૫ હજાર આપવા પડશે. હું એએમસીના સાહેબોને તારો હપ્તો આપી દઈશ. જેથી ભકારામ પ્રજાપતિએ હું ખોટો ધંધો કરતો નથી એટલે તને પૈસા કેમ આપુ તેમ જણાવ્યુ હતુ. જેથી મહે જાેષીએ અંહી ધંધો કરવો હોય તો હપ્તા પેટે પૈસા આપવા પડશે તેમ કહી અવાર નવાર રૂ.૫ હજાર હપ્તા પેટે માંગતો હતો. જાે કે ભકારામ પ્રજાપતિએ પૈસા આપ્યા ન હતા. ત્યારબાદ એક દિવસ ભકારામ પ્રજાપતિ દુકાને હાજર હતા ત્યારે મહેશ જાેષી ત્યા આવ્યો હતો અને તારે પૈસા આપવા છે કે નહી તેમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. પરંતુ ભકારામે પૈસા આપાવાની ના પાડતા મહેશ ઉશ્કેરાયો હતો અને તને શબક સિખવાડવો પડશે તેમ કહીને જબરદસ્તી કરી મહેશે ભકારામને એક્ટિવા પર બેસાડી દીધા હતા. ત્યારબાદ કેનાલ પાસેના સૂમસામ રસ્તા પર લઈ ગયો હતો અને જાે પૈસા નહીં આપે તો તને મારીશ તેમ કહેવા લાગ્યો હતો. જેથી ભકારામે પૈસા આપવાનું જણાવીને મહેશ સાથે દુકાને આવ્યા હતા. દુકાને પહોંચી તરતજ ભકારામે પોલીસ કંટ્રોલમાં ફોન કરી દીધો હતો. જાે કે પોલીસની ટીમ ભકારામની દુકાને પહોંચીને મહેશ જાેષીને ઝડપી લીધી હતો. ત્યારબાદ ભકારામની ફરિયાદના આધારે ખોખરા પોલીસે મહેશ જાેષીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી પુછપરછ હાથધરી છે.