મુબંઇ,

નબળા આંતરરાષ્ટ્રીય સંકેતોને પગલે સોમવારે શેરબજાર નીચેની સપાટી સાથે શરૂ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) સેન્સેક્સ કારોબારની શરૂઆતમાં લગભગ 245 અંક સાથે 34,926.95 ના સ્તરે ખુલ્યો હતો. સવારે 10.15 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 503 પોઇન્ટ તોડી 34,668.43 પર પહોંચી ગયો.

આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો નિફ્ટી કારોબારની શરૂઆતમાં 72 પોઇન્ટ તૂટીને 10,311.95 ના સ્તરે ખુલ્યો અને ટૂંક સમયમાં 153 પોઇન્ટ ઘટીને 10,230.85 પર બંધ થયો. કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ચિંતા વધી છે. એફએમસીજી અને ફાર્મા સિવાય અન્ય તમામ સેક્ટર રેડ માર્ક પર ચાલી રહ્યા છે. શરૂઆતમાં, આશરે 614 શેરો વધ્યા અને 621 ઘટ્યા.