એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, માસ્ક અંદાજે 100% ચેપી જંતુઓ અટકાવવામાં સફળ છે. તેને પહેરવાથી તમારી આસપાસ રહેતા લોકોને પણ રાહત મળે છે. લોકોને લાગે છે કે તેઓને કોરોનાનું જોખમ ઓછું છે. એક અંદાજ અનુસાર, અમેરિકામાં કોવિડ-19ના 25 ટકા કેસ એવા છે, જ્યાં દર્દીના શરીરમાં કોરોનાનાં કોઈ લક્ષણ જોવા મળ્યાં નહોતાં. આટલા મોટા પાયે વાઈરસ ફેલાવાનું આ એક મોટું કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માસ્ક પહેરવાથી તમે ઉધરસ કે છીંક આવે છે ત્યારે બીજાને ચેપ લાગવાનું જોખમ ઓછું થઈ જાય છે. તમારા જીવાણુંઓ બીજા સુધી નથી ફેલાતા.

કોરોનાવાઈરસથી બચવા માટે માસ્ક પહેરવો જરૂરી છે. ઘરેથી બહાર જતા લોકોએ સાવચેતી તરીકે માસ્ક પહેરવો જોઈએ. પરંતુ સવાલ એ છે કે, ચહેરા પર લગાવવામાં આવેલ માસ્ક કોરોનાવાઈરસથી બચાવવા માટે કેટલો અસરકારક છે? નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ નવો વાઈરસ છે, જેનો અર્થ છે કે આપણી ઈમ્યુન સિસ્ટમે પહેલા આ વાઈરસનો સામનો નથી કર્યો. માસ્કની સૌથી મોટી ખાસિયત એ છે કે, તમે તેનો ઉપયોગ કરીને બીજાને સંક્રમણથી બચાવી શકો છો.

હોંગકોંગ યુનિવર્સિટી અને મેરીલેન્ડ યુનિવર્સિટીએ 111 લોકો પર એક રિસર્ચ કર્યું. આ રિસર્ચમાં વાઈરલ બીમારીનો સામનો કરી રહેલા લોકોને માસ્ક વગર એક ટ્યુબમાં શ્વાસ છોડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે, જોખમકારક શ્વાસના ડ્રોપ્સ અને નાના પાર્ટિકલ્સ હવામાં 30 ટકા સુધી ફેલાયા હતા. જ્યારે માસ્ક 100% ચેપી જંતુઓને અટકાવવામાં સફળ રહ્યો હતો 

N95 રેસ્પિરેટર માસ્ક - આ પ્રકારના માસ્ક ખાસ કરીને હેલ્થ વર્કર્સ માટે હોય છે. આ માસ્કને ચહેરા પર ફીટ બાંધવામાં આવે છે અને તેમાં વાઈરસ રોકવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. મેડિકલ માસ્ક- N95ની સરખામણીમાં આ માસ્ક માત્ર 60થી 80 ટકા જર્મ્સને અટકાવવામાં મદદગાર છે. તેને સર્જિકલ અને પ્રોસીજર માસ્ક પણ કહેવામાં આવે છે. જો કે માગ વધવાથી હોવાથી તેના સપ્લાયમાં ઘટાડો આવ્યો છે.  

માસ્કના સપ્લાયમાં ઘટાડો થવાના કારણે લોકો ઘરે કપડાના માસ્ક બનાવી રહ્યા છે. જો કે, ઘણી લેબ ટેસ્ટમાં એ જાણવા મળ્યું છે કે, ઘરમાં તૈયાર માસ્ક વાઈરસને અટકાવવામાં એટલા અસરકારક નથી હોતા. પરંતુ ચહેરાને કવર કરવો જરૂરી છે. જો તમે જાહેર જગ્યાએ સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખો છો તો તમારે માસ્કની જરૂર રહેશે નહીં.

યેલ જેકસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ અફેર્સના લેક્ચરરના શાન લો લિનના જણાવ્યા પ્રમાણે, જો દરેક વ્યક્તિ માસ્ક પહેરે છે તો કોઈ મુશ્કેલી નહીં પડે. જો દરેક લોકો સાવચેતી તરીકે માસ્ક પહેરવાનું શરૂ કરે, તો તે દરેક માટે સારું રહેશે. તેનાથી અન્ય લોકો પણ માસ્ક પહેરવા માટે પ્રેરાશે. શાનના જણાવ્યા પ્રમાણે, હોંગકોંગમાં માસ્ક પહેરવાનું સારું માનવામાં આવે છે. તો બીજી તરફ બીમાર છો અને માસ્ક વગર ઉધરસ ખાઓ છો તો તે અસભ્ય માનવામાં આવશે.

એક સિદ્ધાંત અનુસાર, માસ્કને સતત અડવાથી ચહેરા પર જર્મ્સ જમા થઈ જાય છે. તે ઉપરાંત તમારા ચહેરાને સ્પર્શ કરો છો તો તેનાથી બીમારીનું જોખમ વધી જાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, લોકો માસ્ક પહેર્યા બાદ પોતાની જાતને સુરક્ષિત સમજવા લાગે છે. પરંતુ હકીકતમાં જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખો તો પણ તમે બીમાર થઈ શકો છો.