અમદાવાદ-

અમદાવાદ મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં અલગ અલગ કામો માટે મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી બાદ જીરો અવર્સમાં સાફ સફાઈ અને ફોગીગ મુદ્દે ચર્ચા અને સમસ્યાનું નિવારણ આવે તેની અનેક ફરિયાદો કરવામાં આવી હતી .જેમાં કોર્પોરેટરો દ્વારા આજે સાબરમતી નદીમાં અને નદીના પાણીમાંથી અનહદ દુર્ગંદ આવે છે તેવી ફરિયાદો પણ કરવામાં આવી હતી. આવતા જતા લોકોને આ દુર્ગંડથી પરેશાન થઈ ગયા છે તેવી પણ આજે કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે વરસાદ નથી પડ્યો એટલે સાબરમતી નદીમાં પાણીની પણ આવક નથી થઈ આ ઉપરાંત સાબરમતી નદીમાં અનેક જગ્યાઓ પરથી ગટરના પાણી પણ આવી રહયા છે. અને લોકો પૂજાની સામગ્રી અને કચરો પણ ફેંકે છે જેથી સાબરમતી નદીનું પાણી ગંદુ થયું છે અને તેમાંથી દુર્ગંધ આવે છે. પાણીની આવક નહીં થતા પાણીમાં લિલ પણ વળી છે જેથી દુર્ગંદ વધારે આવી રહી છે.

આ પહેલા પણ લાખો કરોડો રૂપિયાના ખર્ચે માનપાએ સાબરમતીને સ્વચ્છ કરવા માટે ખર્ચ્યા છે. પરંતુ મનપા તેમાં આવતા ગટરના પાણી અને નદીમાં નાખતો કચરો રોકી શકતું નથી. ઉપરાંત વ્રત અને તહેવારોમાં પણ લોકો મૂર્તિઓ પધારાવે છે પૂજા વિધીનો સામાન પણ અંદર નાખે છે.જેથી પાણી વધુ દૂષિત થાય છે. સાબરમતી એટલી હદે દૂષિત થઈ છે કે તે પાણીમાં ઓક્સિજન પણ મળતું નથી જેથી માછલીઓ પણ મરી રહી છે. આવી હાલત સાબરમતી ઉપરાંત અમદાવાદમાં આવેલા અલગ અલગ મોટા મોટા ટાળાવોની છે જેમાં ઓક્સિજનની કમીને કારણે માછલીઓ મરી રહી છે અને આ પાણીમાં દુર્ગંધ આવે છે. કેટલાક વિસ્તારોના રહીશો એ સ્થાનિક અધિકારીઓને પણ આ બાબતે ધ્યાન દોર્યું છે