વડોદરા

શહેરના એક વેપારીને ફેસબુક ઉપર અજાણી મહિલા સાથેની મિત્રતા ભારે પડી છે. વીડિયો કોલ કરી ઉપવસ્ત્રો કાઢી નાખી મહિલાએ સ્ક્રીનશોટ લઈ ફોટા વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમની માગ કરતાં વેપારીની હાલત કફોડી થઈ હતી. અંતે સાયબર એક્સપર્ટની મદદ લેતાં મામલો માંડ શાંત થયો હતો.

શહેરના વાઘોડિયા રોડ ઉપર ઈલેકટ્રોનિક્સનો શો-રૂમ ધરાવતા વણિક વેપારીને ફેસબુક ઉપર જ્યોતિ પંચાલ નામની અજાણી મહિલાએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આ મહિલાની પ્રોફાઈલમાં અમુક કોમન ફ્રેન્ડ જણાતાં વેપારીએ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી. બાદમાં ખરો ખેલ શરૂ થયો હતો. મહિલા દ્વારા અવારનવાર હાય... હેલ્લો...ના મેસેજ મોકલતી હતી, જેનો વેપારી જવાબ આપતો હતો. બાદમાં જ્યોતિ નામની મહિલીાએ પોતાનો મોબાઈલ નંબર મેસેન્જર પર મોકલી વેપારીનો નંબર માગતાં વેપારીએ પણ નંબર મોકલ્યો હતો. બાદમાં વોટ્‌સએપ ઉપર સંદેશાવ્યવહાર ચાલુ થયો હતો અને શુભેચ્છા સંદેશ સુવાક્યો અને ગુડ મોર્ન્િંાગ, ગુડ નાઈટ,ની શરૂઆત થઈ હતી.

ચાર દિવસ અગાઉ દિલ્હીની હોવાનું કહેતી મહિલા જ્યોતિ પંચાલે અચાનક વોટ્‌સએપ ઉપર વીડિયોકોલ કરત શો-રૂમમાં હાજર વેપારીએ ઉઠાવતાં મહિલાને હાય... હેલ્લો... કરી અચાનક પોતાનું ટી-શર્ટ ઉતારી અર્ધનગ્ન થઈ જતાં વેપારી છોભીલો પડી ગયો હતો અને ફોન મુકી દીધો હતો. પરંતુ વીડિયોકોલમાં વેપારીનો ફોટો અને અર્ધનગ્ન મહિલા સાથેનો સ્ક્રીનશોટ લઈ લીધા હતા અને બાદમાં વેપારીને તે ફોટા મોકલ્યા હતા. ફોટા મોકલ્યા બાદ ર૦ હજાર રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવો, નહીં તો ફેસબુકના તમારા બધા ફ્રેન્ડને મોકલવાની ધમકી અપાતાં વેપારી કફોડી સ્થિતિમાં મુકાયો હતો. અંતે સાયબર એક્સપર્ટની મદદ લઈને ફેસબુકને બ્લેકમેઈલિંગ કરતી મહિલાની પ્રોફાઈલ ચેક કરાવતાં એ ફેક નીકળી હતી અને એકાઉન્ટ ડિલિટ કરી દેવાયું હતું.